Categories
વડોદરા

વડોદરા : પોઝિટિવ કેસનો આંક 10,688 પર પહોંચ્યો, મૃત્યુઆંક 178 અને 9010 રિકવર થયા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 10,688 ઉપર પહોંચ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી સત્તાવાર મૃત્યુઆંક 178 થયો છે. વડોદરામાં ગત રોજ 109 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 9010 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1500 એક્ટિવ કેસ પૈકી 167 દર્દી ઓક્સિજન ઉપર અને 63 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1270 દર્દીની હાલત સ્થિર છે.

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2494 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 10,688 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1710, પશ્ચિમ ઝોનમાં 1748, ઉત્તર ઝોનમાં 2494, દક્ષિણ ઝોનમાં 2074, વડોદરા ગ્રામ્યમાં 2626 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 4489 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 4489 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4479 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 3 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 7 લોકો ક્વોરન્ટીન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *