સુરત : પોઝિટિવ કેસનો આંક 1239 પર પહોંચ્યો, મૃત્યુઆંક 56 અને રિકવરી આંક 823 થયો

0
0

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1239 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 56 થઈ ગયો છે. ગતરોજ વધુ 39 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 823 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં વરાછા વિસ્તારના બે ડોક્ટર, બે પોલીસ કર્મચારીઓ, એક દુધ વિક્રેતા, બે શિક્ષકો તેમજ સિક્યુરીટી ગાર્ડ અને શોરૂમના કર્મચારીનો સમાવેશ થયો છે.

બેગમપુરામાં દુધ વિક્રેતાને કોરોનાનો ચેપ લાગ્યો

બેગમપુરા ખાતે રહેતા રઇશાબીબી સૈયદ રફીક(50) સમુલ દુધ ‌વિક્રેતા છે. દુધનુ વેચાણ કરતી વખતે કોઈક ગ્રાહક દ્વારા તેઓ સંક્રમીત થયા હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

વરાછામાં એક જ સોસાયટીમાં રહેતા બે તબીબ ચેપગ્રસ્ત

વરાછા વિસ્તારની એક જ સોસાયટીમાં રહેતા બે તબીબોને કોરોનાનો ચેપ લાગ્યો છે. વરાછા હીરાબાગ પાસે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં રહેતા ડો.‌કિશોર ‌વિઠ્ઠલભાઇ પટેલ (43) ઓર્થો સર્જન છે અને નાના વરાછા વિસ્તારમાં ખાનગી દવાખાનું ચલાવે છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમનો ટેસ્ટ કરાયો હતો. જે બુધવારે પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે વિઠ્ઠલ નગર ખાતે જ રહેતા ડો. ‌કિરણબેન ‌કિશોરભાઇ દુધાત (42) ડેન્ડીસ્ટ છે. તેમને પણ શંકાસ્પદ લક્ષણો જણાતા તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

લોકડાઉનમાં ફરજ બજાવતા વધુ બે પોલીસ કર્મચારી પોઝિટિવ

લોકડાઉન દરમિયાન ફરજ બજાવી રહેલા વધુ બે પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. એ.કે. રોડ દીનબંધુ સોસાયટી ખાતે રહેતા જીતેન્દ્રગીરી નારાયણગીરી ગોસ્વામી(56) લિંબાયત પોલીસ મથકમાં ફરજ બજાવે છે. હાલમાં તેઓ લોકડાઉનમાં ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન તેમને કોરોનાના લક્ષણો જણાતા તેમનો રિપોર્ટ કરાયો હતો. જે બુધવારે પોઝિટિવ આવ્યો હતો. તેવી જ રીતે પાંડેસરા શ્રીરામ નગર ખાતે રહેતા મહેન્દ્ર જગતબહાદુર યાદવ (27)ઉધના બીઆરસી ‌વિસ્તારમાં પીસીઆર વાનમાં ફરજ બજાવતા હતા. તેમને પણ કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો.

લિંબાયતમાં બે શિક્ષકોને પણ ચેપ લાગ્યો

લિંબાયત વિસ્તારમાં સૌથી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે બુધવારે લિંબાયતના બે શિક્ષકો પણ સંક્રમીત થયા છે. લિંબાયત પોલીસ સ્ટેશન પાસે રૂસ્તમ પાર્કમાં રહેતા સ‌ચિન ભાસ્કર આ‌‌હિરે (32) પરવતપાટીયાની આર.એમ.વાય ઇંગ્લીશ મિડીયમ સ્કુલમાં ‌શિક્ષક છે. તેમને કોરોનાના લક્ષણો જણાયા બાદ બુધવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે લિંબાયત મીઠીખાડી કમરૂનગર ખાતે રહેતા મો.સલીમ ‌નિયઝહમેદ સૈયદ (30) મગદુમનગર ખાતે સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કોરોનાના લક્ષણો બાદ બુધવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

વેસુમાં સિક્યુરીટી ગાર્ડને ચેપ લાગ્યો

મગદલ્લા રોડ સુમન શ્વેતમાં રહેતા હર્ષરાજ ગણેશ‌સિંગ (53) વેસુ વાસ્તુ લક્ઝરીયામાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે ભટાર તડકેશ્વર સોસાયટી ખાતે રહેતા મંગેશભાઇ રમેશભાઇ બતાવલે (35) પાર્લેપોઈન્ટ ખાતે આવેલા આશોપાલવ શોરૂમમાં નોકરી કરે છે. કોરોનાના લક્ષણો બાદ બુધવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here