વડોદરા : પોઝિટિવ કેસનો આંક 14301 પર પહોંચ્યો, મૃત્યુઆંક 209 અને કુલ 12515 રિકવર થયા

0
11

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 14301 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 209 થયો છે. ગત રોજ વડોદરા શહેર અને જિલ્લામાં વધુ 108 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતી. જેથી અત્યાર સુધીમાં કુલ 12515 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1577 એક્ટિવ કેસ પૈકી 164 દર્દી ઓક્સિજન પર અને 67 દર્દી વેન્ટિલેટર પર છે અને 1346 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 3951 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 14301 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2195, પશ્ચિમ ઝોનમાં 2344, ઉત્તર ઝોનમાં 3080, દક્ષિણ ઝોનમાં 2695, વડોદરા ગ્રામ્યમાં 3951 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા

શહેરઃ બાપોદ, ગોરવા, કારેલીબાગ, દિવાળીપુરા, કપુરાઇ, વાઘોડિયા રોડ, અલરાપુરી, નવાયાર્ડ, આજવા રોડ, VIP રોડ, તાંદલજા, માંજલપુર, કિશનવાડી, ફતેપુરા, મકરપુરા, અકોટા, માણેજા, સુભાનપુરા, દિવાળીપુરા, છાણી, વડસર, ગોત્રી
ગ્રામ્યઃ પોર, સાવલી, કરજણ, શિનોર, ભાયલી, પાદરા, કલાલી, કરોડિયા, જરોદ, ડભોઇ, સેવાસી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here