સુરત : પોઝિટિવ કેસનો આંક 1477 પર પહોંચ્યો, મૃત્યુઆંક 66 અને રિકવરી આંક 1029 થયો

0
6

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે,શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1477 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 66 થઈ ગયો છે. ગત રોજ શહેરમાં 15 અને જિલ્લામાં 5 મળી કુલ 20 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1029 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં એક મહિલા તબીબ સહિત બે તબીબ, મેડિકલ સ્ટોર સંચાલક, પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી, ટેક્સ કન્સલટન્ટ, સિવિલ એન્જિનિયર તેમજ મોટર મિકેનિક, પંચરની દુકાનવાળા સહિતના દુકાનદારોનો પણ સમાવેશ થયો છે.

મેડીકલ સ્ટોર્સ સંચાલક પોઝિટિવ

નાનપુરા ખાતે રહેતા શાહ નાઝમીન મો. હઝીબ (26) આશુતોષ હો‌સ્પિટલના ‌આ‌‌સિસ્ટન્ટ ‌ફિઝીયો છે. બુધવારે તેમનો ‌રિપોર્ટ પો‌ઝિટિવ આવ્યો હતો. પાંડેસરામાં રહેતા અને ઘર પાસે ક્લિનિક ચલાવતા ડો. નર‌વિંદ પાટીલ (62)ના સેમ્પલ લેવાયા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  તેવી જ રીતે બમરોલી શ‌ક્તિનગર ખાતે રહેતા અમ‌રિત જીવારામ ચૌધરી (28) મેડીકલ સ્ટોર્સ ચલાવે છે. કોરોેનાના શંકાસ્પદ લક્ષણો બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે પાલિકાના અડાજણ યુ‌નિટમાં કોન્ટ્રાક્ટ હેઠળ ‌વીબીડીસી ‌વિભાગમાં કામ કરતા નયન અર્જુનભાઇ મારૂ (ઉ.વ.૨૪)ને કોરોનાના લક્ષણો બાદ તેમનો પણ રિપોર્ટ પો‌ઝિટિવ આવ્યો હતો.

ટેક્સ કન્સલ્ટન્ટ અને વિદ્યાર્થી સંક્રમિત

એ.કે.રોડ અંકુર સોસાયટી, ‌વિજય એપાર્ટમેન્ટ ખાતે રહેતા રમેશભાઈ મનુભાઈ પીપલિયા(32) મીની બજાર ખાતે ટેક્સ કન્સલ્ન્ટન્ટ તરીકે કામકાજ કરે છે. કોરોનાના લક્ષણો બાદ બુધવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે ધાસ્તીપુરા ચાચ‌રિયાની ચાલમાં રહેતો ધા‌ર્મિક રાજેશ રાજપુત(23) સિ‌વિલ એન્જીનીયરનો અભ્યાસ કરે છે. બુધવારે તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મિકેનિક, શાકભાજી વિક્રેતા ચેપગ્રસ્ત

કોસાડ આવાસમાં રહેતા મિકેનિક દિલીપ ભૂરાભાઈ ભાભોર (35) પર્વત પાટીયા ખાતે રહેતા શાકભાજીના વેપારી જીતેન્દ્ર પ્રવિણચંદ્ર મોદી (47) ભેસ્તાન વંદના સોસાયટીમાં રહેતા પંકચર બનાવનાર ભાસ્કર ‌વિશ્વનાથ સોની (66) વેસુમાં ઘરઘાટી તરીકે કામ કરતા મંગલાબેન ભગત કોળી અને મોટા વરાછામાં રહેતા મોચીકામ કરતા કાશીનાથ ઓમકાર (59) પણ સંક્રમિત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here