સુરત : પોઝિટિવ કેસનો આંક 1530 પર પહોંચ્યો, મૃત્યુઆંક 67 અને રિકવરી આંક 1063 થયો

0
14

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1530 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 67 થઈ ગયો છે. ગત રોજ શહેરમાંથી 25 અને જિલ્લામાંથી 9 દર્દીઓ મળી 34 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. જેથી રિકવરીનો આંક 1063 પર પહોંચી ગયો છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં ટેક્સ કન્સલ્ટન્ટ, કલર વિક્રેતા, કરિયાણાના દુકાનદાર, પાલિકાના સફાઈ કામદાર તેમજ આર.કે.ટી માર્કેટના કાપડના વેપારીનો સમાવેશ થયો છે.

ટેક્સ કન્સલ્ટન્ટ, કલર વેચનાર અને કારીયાણું વેચનાર કોરોનાની ઝપેટમાં

ગુરુવારે ટેક્સ કન્સલ્ટન્ટ,કપડાંની દુકાન ચલાવનાર,કરિયાણાની દુકાન ચલાવનાર અને કલરની દુકાન ચલાવનારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.મહેન્દ્ર મહાવીર પરખ (ઉ.વ.48) રહે. નીલકંઠ રેસિડેન્સી, અમરોલી ટેક્ષ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે જયારે કાળું બશીર પટેલ (ઉ.વ.45) રહે. ખાનપુરા ઘરેથી જ શાકભાજીનું વેચાણ કરતા હતા.આવી જ રીતે કરિયાણાની દુકાન ચલાવનાર દેવાનંદ બશિષ્ટ સિંગ (ઉ.વ.45) રહે. આસ્તિક નગર-૩, ગોડાદરા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.કાપડની દુકાન ચલાવનાર સુંદરલાલ વિરચંદ જૈન (ઉ.વ.56)રહે. શિવાજી નગર નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.ઉપરાંત ભાગલ ખાતે કલરની દુકાન ચલાવતા કેતન દિનેશચંદ્ર ચુનાવાલા (ઉ.વ.38) સમર્થ ટાઉનશિપ, ડુંભાલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

કાપડના વેપારી અને કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ

આર કે ટી માર્કેટમાં કપડાંની દુકાન ધરાવતા અમિત નરસિંગલાલ બાહેતી (ઉ.વ.28) ડી વી પાર્ક સોસાયટી, પરવત પાટીયા (લિંબાયત ઝોન) તેમજ કપડાંની દુકાનમાં કામ કરનાર અશોકભાઇ પાટીલ (ઉ.વ.58) આસપાસ નગર-૧, ડિંડોલી (લિંબાયત ઝોન) તેમજ ડ્રેનેજ ખાતાના સફાઈ કામદાર દનગલ રામસિંગ અકાડે (ઉ.વ.57) ભીમ નગર (ઉધના ઝોન)નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here