વડોદરા : પોઝિટિવ કેસનો આંક 16365 પર પહોંચ્યો, મૃત્યુઆંક 216 અને કુલ 14983 રિકવર થયા

0
5

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 16,365 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 216 થયો છે. ગત રોજ વડોદરા શહેર જિલ્લામાં 74 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 14983 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1166 એક્ટિવ કેસ પૈકી 152 દર્દી ઓક્સિજન પર અને 59 દર્દી વેન્ટિલેટર પર છે અને 955 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4799 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16,365 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2473, પશ્ચિમ ઝોનમાં 2660, ઉત્તર ઝોનમાં 3402, દક્ષિણ ઝોનમાં 2995, વડોદરા ગ્રામ્યમાં 4799 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા

શહેરઃ દિવાળીપુરા, કારેલીબાગ, સમા, બાપોદ, તાંદલજા, વડસર, સવાદ, નવીધરતી, અકોટા, કિશનવાડી, દંતેશ્વર, કપૂરાઇ, છાણી, ગોકુળનગર, ફતેપુરા, સુભાનપુરા, મકરપુરા, સુદામાપુરી
ગ્રામ્યઃ કરજણ, વાઘોડીયા, ડભોઇ, પાદરા, કરોડીયા, ભાયલી, વેમાલી, બાજવા, શિનોર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here