સુરત : પોઝિટિવ કેસનો આંક 1660 પર પહોંચ્યો, મૃત્યુઆંક 72 અને રિકવરી આંક 1120 થયો

0
8

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1660 થઈ ગઈ છે. ગતરોજ શહેરમાં એક જ દિવસમાં ચાર કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 72 થઈ ગયો છે.  ગત રોજ શહેરમાં 29 અને જિલ્લામાં 1 દર્દી મળી 30 કોરોના પોઝિટવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવરી આંક 1120 પર પહોંચી ગયો છે.

લારી ચલાવનારા પણ કોરોનાની ઝપટમાં

ડભોલી, એલિફંટા હાઇટ્સ ખાતે રહેતા અને સાડીની દુકાન ધરાવતા વિશાલ નાદોદ (38)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેવી જ રીતે લિંબાયત, શિવાજી નગર ખાતે રહેતા અને કપડાની દુકાન ચલાવતા અમિત જૈન (35)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અમરોલી આવાસ ખાતે રહેતા મુખ્તાર ફકીર સિદ્દીક (36) કપડાની લારી ચલાવે છે. તેઓને પણ ચેપ લાગ્યો છે.

લેબોરેટરી કર્મચારીનો રિપોર્ટ પણ પોઝિટિવ

બર્ડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર પ્રકાશ નવીન પટેલ (42) ચેપગ્રસ્ત થયા છે. તેવી જ રીતે બેગમપુરા ખાતે રહેતા કૈઝરભાઈ તૈયબભાઈ ચુનાવાલા(69) લેબોરેટરીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. શનિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

એપીએમસીના એકાઉન્ટન્ટ, એન્જિનિયરીંગ કર્મચારી પણ ઝપેટમાં

પરવત પાટીયા જય જલારામ સોસાયટી-1, ખાતે રહેતા કમલેશભાઇ ગમનલાલ પસ્તાગિયા (52) એપીએમસીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. જેઓ ચેપગ્રસ્ત થયા છે. એપીએમસીના ઘણા શાકભાજી વિક્રેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા હોય તેમાંથી કોઈકનો ચેપ લાગ્યો હોવાની શંકા છે. કતારગામ, પારસ સોસાયટી ખાતે રહેતા અને એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા બંકિમભાઈ કંસારા (51) ચેપગ્રસ્ત થયા છે.

પોઝિટિવ દર્દી નેગેટિવ હોવાનો મેસજ ફરતો થયો

ભીમપોર લંગર પાસે એક્વાટીકામાં વોચમેન તરીકે નોકરી કરતા ભીમપોર નાનાહીરા સ્ટ્રીટ ખાતે રહેતા 60 વર્ષના પરમાનંદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે કેટલાક લોકોએ સોશિયલ મિડિયા પર જાણી જોઇને એવી અફવા ફેલાવી હતી કે પરમાનંદનો રિપોર્ટ નેગેટીવ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here