સુરત : પોઝિટિવ કેસનો આંક 1725 પર પહોંચ્યો, મૃત્યુઆંક 72 અને રિકવરી આંક 1147

0
7

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1725 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ગંભીર બીમારીઓ સાથે કોરોના સામે લડી રહેલા કુલ 72 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ગતરોજ શહેરમાં 22 અને જિલ્લામાં 5 મળી 27 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. જેથી રિકવરી આંક 1147 પર પહોંચ્યો છે.

હાલ 109 દર્દી ગંભીર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ

દર્દીઓમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. સરેરાશ દર્દીઓમાં 25થી 30 ટકા દર્દીઓ સારવાર માટે છેલ્લી ઘડીએ એટલે કે તબિયત વધુ લથડ્યા બાદ આવે છે. જેને કારણે ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું સિવિલ હોસ્પિટલના ડોક્ટર અમિત ગામીએ જણાવ્યું હતું.

મહિધરપુરા પોલીસ સ્ટેશનના ASI ચેપગ્રસ્ત થયા

મહિધરપુરા પોલીસ સ્ટેશનના 51 વર્ષિય એએસઆઈ મગન રણછોડ બારીયાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ રવિવારે સાંજે પોઝિટિવ આવ્યો હતો. મગન બારીયા પોઝિટિવ આવતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. મગન બારિયા સાથે છેલ્લા અઠવાડિયામાં નોકરી કરનાર 15 પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. ઉલ્લેખનિય છે ફ્રન્ટ લાઇનર્સ લોકોના સંપર્કમાં આવતા વધુ સંક્રમિત થઇ રહ્યાં છે.

ડાયમંડ એસો.ના પ્રમુખનો રિપોર્ટ પોઝિટિવ

7 દિવસથી ન્યુમોનિયા હતોસુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ કથિરીયા(છોડવડીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, એસડીએના પ્રમુખ છેલ્લાં 7 દિવસથી ન્યુમોનિયાની સારવાર લઈ રહ્યા હતા. ડોક્ટરની સલાહ અનુસાર કોવિડનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનું રવિવારે પરિણામ પોઝિટિવ આવ્યું હતું. હાલ તેઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, સુરત ડાયમંડ એસો. દ્વારા લોકડાઉનના સમય દરમિયાન વિવિધ સેવાકીય અને સામાજીક પ્રવૃતિઓ કરવામાં આવી હતી તેમજ માર્કેટો ખોલવા રજૂઆતો કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here