સુરત : પોઝિટિવ કેસનો આંક 1917 પર પહોંચ્યો, મૃત્યુઆંક 78 અને રિકવરી આંક 1259 થયો

0
7

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, ગત રોજ અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ 96 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1917 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 78 થઈ ગયો છે. ગત રોજ શહેરના 48 અને જિલ્લાના 3 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથઈ રિકવરી આંક 1259 પર પહોંચી ગયો છે.

નવી સિવિલની વધુ એક સ્ટાફ નર્સ અને સ્મીમેરની લેબ આસિસ્ટન્ટ સંક્રમીત

મગોબ, ધનવર્ષા સોસાયટી ખાતે રહેતા લીલાવતી હર્ષદભાઈ પટેલ(56) નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. હાલ તેઓ સિવિલની કોવિડ 19 હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. તેમને કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લઈ તપાસ કરાઈ હતી. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે ડુંભાલ, સુમન સિદ્ધિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા પ્રકાશ એકનાથ ઠાકુર (40) , સ્મિમેર ફોરેન્સીક ડિપાર્ટમેન્ટમાં લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. કોરોનાના લક્ષણો બાદ મંગળવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.