Wednesday, August 4, 2021
Homeસુરતકોરોના : સુરત : પોઝિટિવ કેસનો આંક 19,603 પર પહોંચ્યો મૃત્યુઆંક 790...

કોરોના : સુરત : પોઝિટિવ કેસનો આંક 19,603 પર પહોંચ્યો મૃત્યુઆંક 790 અને કુલ 16,139 રિકવર થયા

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 19,603 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 790 થયો છે. ગત રોજ શહેરમાંથી 82 અને જિલ્લામાંથી 64 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 16,139 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.

કતારગામ ઝોનમાં પોઝિટિવ કેસ 3000ને પાર

લિંબાયત બાદ હોટ સ્પોટ બનેલા કતારગામ ઝોનમાં વધુ 22 કેસ પોઝિટિવ નોંધાવાની સાથે ઝોનમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3 હજારને પાર કરી 3004 થઈ ગઈ છે. જ્યારે રાંદેર ઝોનમાં સૌથી વધુ 38 કેસ પોઝિટિવ નોંધાતા રાંદેર ઝોનમાં કુલ 2167 કેસ નોંધાયા છે. તેવી જ રીતે અઠવા ઝોનમાં પણ નવા 33 કેસ નોંધાતા અઠવા ઝોનમાં પણ કુલ કેસની સંખ્યા 2061 થઈ ગઈ છે.

સિવિલ અને સ્મીમેરમાં કુલ 10 દર્દી વેન્ટિલેટર પર

નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 113 દર્દીઓ પૈકી 70 દર્દીઓની હાલત ગંભીર છે. 5 વેન્ટિલેટર, 14 બાઈપેપ અને 51 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 64 પૈકી 53 ગંભીર છે. 5 વેન્ટિલેટર, 18 બાઈપેપ અને 30 ઓક્સિજન પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments