સુરત : પોઝિટિવ કેસનો આંક 20,289 પર પહોંચ્યો, મૃત્યુઆંક 804 અને 16,760 રિકવર થયા

0
0

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 20,289 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 804 થયો છે. ગત રોજ શહેરના 145 અને જિલ્લાના 86 દર્દીઓ મળી 231 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. જેથી સારવાર લઈ કુલ 16,760 લોકો સાજા થઈ ચૂક્યા છે.

સુરત શહેરમાં કુલ 15,939 અને જિલ્લામાં 4350 કેસ

સુરત શહેરમાં કુલ 15,939 પોઝિટિવ કેસમાં 609ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 4350 પૈકી 195ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 20,289 કેસમાં 804ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 13,206 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 3554 દર્દીઓ સાજા થયા છે.

સિવિલમાં અને સ્મીમેરમાં 14 દર્દી વેન્ટિલેટર પર

નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 128 દર્દીઓ પૈકી 84 દર્દીઓની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 17 બાઈપેપ અને 61 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 71 પૈકી 43 દર્દીઓ ગંભીર છે. 8 વેન્ટિલેટર, 14 બાઈપેપ અને 21 ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here