સુરત : પોઝિટિવ કેસનો આંક 20,528 પર પહોંચ્યો, મૃત્યુઆંક 806 અને 16,963 રિકવર થયા

0
4

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 20,528 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 806 થયો છે. ગતા રોજ શહેરમાંથી 140 અને જિલ્લાના 63 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 16,963 પર પહોંચી ગઈ છે.

ધારાસભ્ય હર્ષ સંઘવી બાદ ધારાસભ્ય કાંતી બલર પણ કોરોના સંક્રમિત

મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી બાદ હવે ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતી બલર પણ કોરોનામાં સપડાયા છે. શનિવારે કાંતી બલરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કાંતી બલરે ટ્વીટ કરી પોતોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવવાની સાથે તબીબની સલાહ મુજબ તકેદારીના ભાગરૂપે પોતે હોમ ક્વોરન્ટીન થયા હોવાનું તેમજ છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન જે કોઈ પણ મિત્રો સંપર્કમાં આવ્યા હોય તે સૌને પોતાનો ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી હતી. ધારાસભ્ય કાંતી બલર પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સૌરાષ્ટ્રમાં થયેલી રેલીમાં હાજર રહ્યા હતા હોવાનું જાણવા મળ્યું છે.

સિવિલ અને સ્મીમેરમાં કુલ 10 દર્દી વેન્ટિલેટર પર

નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 125 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 82ની હાલત ગંભીર છે. 4 વેન્ટિલેટર, 18 બાઈપેપ અને 60 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 63 પૈકી 39ની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 21 ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here