સુરત : પોઝિટિવ કેસનો આંક 20,983 પર પહોંચ્યો, મૃત્યુઆંક 815 અને 17,311 રિકવર થયા

0
0

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 20,983 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 815 થયો છે. ગત રોજ શહેરમાંથી 59 અને જિલ્લામાંથી 83 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર કુલ દર્દીઓની સંખ્યા 17,311 પર પહોંચી છે.

સુરત સિટીમાં કુલ 16,465 અને જિલ્લામાં 4518 કેસ

સુરત શહેરમાં કુલ 16,465 પોઝિટિવ કેસમાં 617ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 4518 પૈકી 198ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 20,983 કેસમાં 815ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 13,533 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 3778 દર્દીઓ સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 12 દર્દી વેન્ટિલેટર પર

નવી સિવિલમાં 128 દર્દીઓ પૈકી 83 ની હાલત ગંભીર છે. 4 વેન્ટિલેટર, 19 બાઈપેપ અને 61 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 52 દર્દી પૈકી 40 ગંભીર છે. 8 વેન્ટિલેટર, 6 બાઈપેપ અને 26 ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here