સુરત : પોઝિટિવ કેસનો આંક 22,871 પર પહોંચ્યો, મૃત્યુઆંક 847 અને કુલ 19,651 રિકવર થયા

0
4

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 22,871 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 847 થઈ ગયો છે. ગત રોજ શહેરમાંથી 298 અને જિલ્લામાંથી 52 દર્દીઓ સાથે શહેર જિલ્લામાંથી 350 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 19,651 પર પહોંચી ગઈ છે.

સુરત સિટીમાં 17,700 અને જિલ્લામાં 5171 કેસ

સુરત સિટીમાં કુલ 17,700 પોઝિટિવ કેસમાં 634ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 5171 પૈકી 213ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 22,871 કેસમાં 847ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 15,475 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 4176 દર્દીઓ સાજા થયા છે.

સિવિલમાં અને સ્મીમેરમાં 11 દર્દી વેન્ટિલેટર પર

નવી સિવિલમાં 138 દર્દીઓ પૈકી 97 ગંભીર છે. 4 વેન્ટિલેટર, 18 બાઈપેપ અને 75 ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેરમાં 66 પૈકી 57 ગંભીર છે. 7 વેન્ટિલેટર, 18 બાઈપેપ અને 32 ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here