સુરત : પોઝિટિવ કેસનો આંક 23,862 પર પહોંચ્યો, મૃત્યુઆંક 861 અને કુલ 20,516 રિકવર થયા

0
0

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 23,862 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 861 થયો છે. ગત રોજ શહેરમાં 150 અને જિલ્લામાંથી 88 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી શહેર જિલ્લામાં રિકવર થનાર દર્દીઓની સંખ્યા 20,516 પર પહોંચી ગઈ છે.

સુરત સિટીમાં 18,308 અને જિલ્લામાં 5554 કેસ
સુરત સિટીમાં કુલ 18308 પોઝિટિવ કેસમાં 642ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 5554 પૈકી 219ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 23,862 કેસમાં 861ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં શહેરમાં કુલ 16,094 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 4422 દર્દીઓ સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 12 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 140 દર્દીઓ પૈકી 87ની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 25 બાઈપેપ અને 56 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 53 પૈકી 47 ગંભીર છે. 6 વેન્ટિલેટર, 20 બાઈપેપ અને 21 ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here