સુરત : પોઝિટિવ કેસનો આંક 24,618 પર પહોંચ્યો, મૃત્યુઆંક 874 અને કુલ 21,253 રિકવર થયા

0
14

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 24,618 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 874 થયો છે. ગત રોજ શહેરમાથી 159 અને જિલ્લામાંથી 77 સહિત 236 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં 21,253 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.

સુરત સિટીમાં કુલ 18,751 અને જિલ્લામાં 5867 કેસ

સુરત સિટીમાં કુલ 18,751 પોઝિટિવ કેસમાં 650ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 5867 પૈકી 224ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 24,618 કેસમાં 874ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 16,576 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 4677 દર્દીઓ સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 19 દર્દી વેન્ટિલેટર પર

સિવિલ હોસ્પિટલમાં દાખલ 159 દર્દીઓ પૈકી 100ની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 26 બાઈપેપ અને 68 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 75 કોરોના દર્દી પૈકી 62 ગંભીર છે. 13 વેન્ટિલેટર, 20 બાઈપેપ અને 29 ઓક્સિજન પર છે.