સુરત : પોઝિટિવ કેસનો આંક 25,682 પર પહોંચ્યો, મૃત્યુઆંક 887 અને કુલ 22,302 રિકવર થયા

0
5

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 25,682 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 887 થયો છે. ગત રોજ શહેર જિલ્લામાંથી 245 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા હતા.અત્યાર સુધીમાં કુલ 22,302 લોકો કોરોનાની સારવાર લઈ સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર અને જિલ્લા મળી કુલ 2493 એક્ટિવ કેસ છે.

સુરત સિટીમાં કુલ 19,385 અને જિલ્લામાં 6297 કેસ
સુરત સિટીમાં કુલ 19,385 કોરોના પોઝિટિવ કેસમાં 655ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 6297 કેસ પૈકી 231ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 25,682 કેસમાં 887ના મોત થયા છે. સુરત સિટી અત્યાર સુધીમાં કુલ 17,231 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 5071 દર્દીઓ સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં કુલ 11 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 134 દર્દી પૈકી 82 દર્દીઓની હાલત ગંભીર છે. 4 વેન્ટિલેટર, 22 બાઈપેપ અને 56 ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 62 પૈકી 52 ગંભીર છે. 7 વેન્ટિલેટર, 21 બાઈપેપ અને 24 ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here