સુરત : પોઝિટિવ કેસનો આંક 27,392 પર પહોંચ્યો, મૃત્યુઆંક 907 અને કુલ 23,973 રિકવર થયા

0
5

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 27,392 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોના થી મૃત્યુઆંક 907 થયો છે. ગત રોજ શહેરમાંથી 185 અને જિલ્લામાંથી 103 દર્દીઓ મળી 288 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લમાં કુલ 23973 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ગયા છે.

સિટીમાં કુલ 20,443 અને જિલ્લામાં 6949 કેસ

સુરત શહેરમાં કુલ 20,443 પોઝિટિવ કેસમાં 665નાં મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 6949 કેસ પૈકી 242ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 27,392 કેસમાં 907ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 18,314 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 5659 દર્દીઓ સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેર 14 દર્દી વેન્ટિલેટર પર

સિવિલ હોસ્પિટલમાં 116 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 82 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 10 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 56 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 56 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 47 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 20 બાઈપેપ અને 23 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here