સુરત : પોઝિટિવ કેસનો આંક 29,169 પર પહોંચ્યો, મૃત્યુઆંક 927 અને કુલ 25,712 રિકવર થયા

0
4

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 29 હજારને પાર કરી 29,169 થઈ ગઈ છે. તેવી જ રીતે શહેર અને જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 927 થઈ ગયો છે. જ્યારે ગત રોજ શહેરમાંથી 190 અને જિલ્લામાંથી 117 દર્દીઓ મળી 307 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 25,712 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે.

સિટીમાં કુલ 21,502 અને જિલ્લામાં 7667 કેસ

સુરત સિટીમાં કુલ 21,502 પોઝિટિવ કેસમાં 675ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 7667 કેસ પૈકી 252ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 29,169 કેસમાં 927ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 19,385 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 6327 દર્દી સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 19 દર્દી વેન્ટિલેટર પર

સિવિલ હોસ્પિટલમાં 125 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 94 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 10 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 73 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 57 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 41 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 9 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 20 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here