સુરત : પોઝિટિવ કેસનો આંક 29,735 પર પહોંચ્યો, મૃત્યુઆંક 933 અને કુલ 26,307 રિકવર થયા

0
9

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 29,735 પર પહોંચી ગયો છે. આ સાથે સુરત શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 933 થયો છે. ગત રોજ સુરત શહેરમાંથી 179 અને જિલ્લામાંથી 118 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જેથી રિકવર થયેલાની સંખ્યા 26,307 પર પહોંચી છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2495 એક્ટિવ કેસ છે.

સિટીમાં કુલ 21,855 અને જિલ્લામાં 7880 કેસ

સુરત સિટીમાં કુલ 21,855 પોઝિટિવ કેસમાં 679ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 7880 કેસ પૈકી 254ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 29,735 કેસમાં 933ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 19,746 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 6561 દર્દી સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 15 દર્દી વેન્ટિલેટર પર

સિવિલ હોસ્પિટલમાં 139 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 93 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 15 બાઈપેપ અને 73 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 50 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 38 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 10 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 15 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here