સુરત : પોઝિટિવ કેસનો આંક 30,293 પર પહોંચ્યો, મૃત્યુઆંક 940 થયો અને કુલ 26,875 રિકવર થયા

0
0

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 30,293 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 940 થયો છે. ગત રોજ શહેરમાંથી 178 અને જિલ્લામાંથી 115 મળી 293 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 26,875 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.

સિટીમાં કુલ 22,209 અને જિલ્લામાં 7984 કેસ
સુરત સિટીમાં કુલ 22,209 પોઝિટિવ કેસમાં 682ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 8084 કેસ પૈકી 258ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 30,293 કેસમાં 940ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 20,106 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 6770 દર્દી સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 13 દર્દી વેન્ટિલેટર પર
નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજરોજ 120 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 74 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 15 બાઈપેપ અને 74 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 50 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 39 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 8 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 20 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here