Wednesday, October 20, 2021
Homeસુરત : પોઝિટિવ કેસનો આંક 33181 પર પહોંચ્યો, મૃત્યુઆંક 974 અને કુલ...
Array

સુરત : પોઝિટિવ કેસનો આંક 33181 પર પહોંચ્યો, મૃત્યુઆંક 974 અને કુલ 30102 રિકવર થયા

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 33 હજારને પાર કરી 33181 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 974 થયો છે. ગત રોજ શહેરમાંથી 178 અને જિલ્લામાંથી 124 મળી 302 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 30 હજારને પાર કરી 30102 થઈ ગઈ છે.

સિટીમાં કુલ 42121 અને જિલ્લામાં 9060 કેસ

સુરત સિટીમાં કુલ 24121 પોઝિટિવ કેસમા 703ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9060 કેસ પૈકી 271ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 33181 કેસમાં 974ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 22111 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 7991 દર્દી સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 7 દર્દી વેન્ટિલેટર પર

સિવિલ હોસ્પિટલમાં 106 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 68 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 3 વેન્ટિલેટર, 15 બાઈપેપ અને 50 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 51 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર,4 બાઈપેપ અને 33 દર્દીઓ ઓક્સિજન પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments