સુરત : પોઝિટિવ કેસનો આંક 33927 પર પહોંચ્યો, મૃત્યુઆંક 981 અને કુલ 30925 રિકવર થયા

0
5

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 33927 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 981 થયો છે. ગત રોજ શહેરમાંથી 177 અને જિલ્લામાંથી 88 મળી 265 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 30925 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

સિટીમાં 24643 અને જિલ્લામાં 9284 કેસ

સુરત સિટીમાં કુલ 24643 પોઝિટિવ કેસમાં 709ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9284 કેસ પૈકી 272ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 33927 કેસમાં 981ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 22646 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 8279 દર્દી સાજા થયા છે.

રત્નકલાકાર, કાપડ વેપારી સહિત કોરોના સંક્રમિત

શહેરમાં 10 કાપડના વેપારી, કાપડ દલાલ, યાર્નના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા 12 વ્યક્તિઓ તેમજ હીરાના વેપારી અને 4 રત્નકલાકાર સહિત ડાયમંડ સાથે સંકળાયેલા 5 વ્યક્તિઓ અને બિલ્ડર, વિદ્યાર્થીઓ સહિતના અનેક વ્યક્તિઓ કોરોનામાં સપડાયા હતા. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 4 વિદ્યાર્થી, 6 કાપડના વેપારી, 2 બિલ્ડરહ, હીરાના વેપારી, કરીયાણા દુકાનદાર, મોબાઈલ શોપના કર્મચારી, પશુપાલન વિભાગના આસી. ડાયરેક્ટર, વેસ્ટ ઝોનમાં 3 કાપડના વેપારી, ઈન્ટિરિયર ડેકોરેટર, વરાછા ઝોનમાં રત્નકલાકાર, વિદ્યાર્થી, એમ્બ્રોઈડરી કારખાનેદાર, લિંબાયત ઝોનમાં કાપડના વેપારી, સ્મીમેરના નર્સ, યાર્નના વેપારી, કતારગામ ઝોનમાં કાપડ દલાલ, 3 એમ્બ્રોઈડરી કારખાનેદાર, રત્નકલાકાર, પ્રાઈવેટ ડોક્ટર, ફર્નીચરના વેપારી, સાઉથ ઝોનમાં ડાઈંગ સ્પેરપાર્ટના વેપારી અને રત્નકલાકારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here