Friday, October 22, 2021
Homeસુરત : પોઝિટિવ કેસનો આંક 35331 પર પહોંચ્યો, મૃત્યુઆંક 995 અને કુલ...
Array

સુરત : પોઝિટિવ કેસનો આંક 35331 પર પહોંચ્યો, મૃત્યુઆંક 995 અને કુલ 32454 રિકવર થયા

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 35331 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 995 થયો છે. ગત રોજ શહેરમાંથી 183 અને જિલ્લામાંથી 73 સહિત 256 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાંથી 32454 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

સિટીમાં કુલ 25648 અને જિલ્લામાં 9683 કેસ

સુરત સિટીમાં કુલ 25648 પોઝિટિવ કેસમાં 720ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9683 કેસ પૈકી 275ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 35331 કેસમાં 995ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 23702 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 8752 દર્દી સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં કુલ 10 દર્દી વેન્ટિલેટર પર

સિવિલ હોસ્પિટલમાં 84 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 68 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 10 વેન્ટિલેટર, 18 બાઈપેપ અને 40 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 23 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 13 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 0 વેન્ટિલેટર, 7 બાઈપેપ અને 6 દર્દીઓ ઓક્સિજન પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments