સુરત : પોઝિટિવ કેસનો આંક 35786 પર પહોંચ્યો, મૃત્યુઆંક 998 અને કુલ 32977 રિકવર થયા

0
0

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 35786 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1000 નજીક 998 થયો છે. ગત રોજ શહેરમાંથી 173 અને જિલ્લામાંથી 82 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આ‌વી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 32977 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે.

સિટીમાં 25978 અને જિલ્લામાં કુલ 9808 કેસ

સુરત સિટીમાં કુલ 25978 પોઝિટિવ કેસમાં 72નાં મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9808 પૈકી 275ના મોત થયા છે. સુરત શહેર જીલ્લામાં કુલ 35786 કેસમાં 998ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 24055 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 8922 દર્દી સાજા થયા છે. આમ સિટી અને જિલ્લા મળી કુલ 32977 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે.

સિવિલ અને સ્મીમેરમાં 7 દર્દી વેન્ટિલેટર પર

સિવિલ હોસ્પિટલમાં 52 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 32 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 14 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 22 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 12 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 3 બાઈપેપ અને 8 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here