સુરત : પોઝિટિવ કેસનો આંક 36451 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1003 અને કુલ 33740 રિકવર થયા.

0
6

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 36451 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1003 થયો છે. ગત રોજ શહેરમાંથી 195 અને જિલ્લામાંથી 60 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 33740 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.

સિટીમાં 26466 અને જિલ્લામાં કુલ 9985 કેસ

સુરત સિટીમાં કુલ 26466 પોઝિટિવ કેસમાં 726ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9985 કેસ પૈકી 277ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 36451 કેસમાં 1003ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 24635 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 9105 દર્દી સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 7 દર્દી વેન્ટીલેટર પર

સિવિલ હોસ્પિટલમાં 55 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 43 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 21 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 21 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 13 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 5 બાઈપેપ અને 7 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here