સુરત : પોઝિટિવ કેસનો આંક 37322 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1008 અને કુલ 34686 રિકવર થયા.

0
4

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 37322 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1008 થયો છે. ગત રોજ શહેરમાંથી 169 અને જિલ્લામાંથી 55 મળી 224 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 34686 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે.

સિટીમાં 27123 અને જિલ્લામાં કુલ 10199 કેસ

સુરત સિટીમાં કુલ 27123 પોઝિટિવ કેસમાં 731ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 10199 કેસ પૈકી 277ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 37322 કેસમાં 1008ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 25315 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 9371 દર્દી સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 6 દર્દી વેન્ટિલેટર પર

સિવિલ હોસ્પિટલમાં 82 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 43 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 15 બાઈપેપ અને 24 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 23 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 19 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 5 બાઈપેપ અને 10 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here