સુરત : પોઝિટિવ કેસનો આંક 42528 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1050 અને કુલ 39784 રિકવર થયા.

0
4

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 42528 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1050 થયો છે. ગત રોજ શહેરમાંથી 178 અને જિલ્લામાંથી 21 દર્દીઓ મળી 199 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 39784 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

સિટીમાં કુલ 31257 અને જિલ્લામાં 11271 કેસ

સુરત સિટીમાં કુલ 31257 પોઝિટિવ કેસમાં 769ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 11271 પૈકી 281ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 42528 કેસમાં 1050 ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 29302 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 10482 દર્દી સાજા થયા છે.

2 વિદ્યાર્થી, લૂમ્સ કારખાનેદાર, લિંબાયત ઝોનમાં ટ્રાફિક પોલીસ કર્મચારી કોરોના સંક્રમિત

શહેરમાં નવા નોંધાયેલા કેસમાં જ્વેલર્સ, ટ્યુશન ક્લાસ સંચાલક, ઓએનજીસીના મેનેજર, એલ.પી. સવાણી સ્કુલના પ્રિન્સીપાલ સહિત અનેક કોરોના સંક્રમિત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 5 વિદ્યાર્થી, ટ્રાન્સપોર્ટના વેપારી, જ્વેલર્સ, ટ્યુશન ક્લાસ સંચાલક, ઓએનજીસીના એક્ઝિ. મેનેજર, ઓટોમોબાઈલ વેપારી, ડોક્ટર, બેંક કર્મચારી, સોફ્ટવેર એન્જિનિયર, વેસ્ટ ઝોનમાં કેન્દ્રીય વિદ્યાલયના કર્મચારી, એલ.પી.સવાણી સ્કુલના પ્રિન્સીપાલ, સ્મીમેરના ડોક્ટર, વિદ્યાર્થી, નવી સિવિલના 2 તબીબ, ગુજરાત ગેસ કર્મચારી, વરાછા ઝોનમાં બિલ્ડર, લૂમ્સ કારખાનેદાર, રેલ્વે ટેલીકોમ કર્મચારી, રત્નકલાકાર, સેન્ટ્રલ ઝોનમાં જરીના કારખાનેદાર, 2 વિદ્યાર્થી, લૂમ્સ કારખાનેદાર, લિંબાયત ઝોનમાં ટ્રાફિક પોલીસ કર્મચારી, કતારગામ ઝોનમાં બેંક કર્મચારી અને એમ્બ્રોઈડરી કારખાનેદારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના 67 દર્દીઓની હાલત ગંભીર

સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 82 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 45 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 10 બાઈપેપ અને 30 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 32 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 22 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 9 બાઈપેપ અને 8 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here