સુરત : પોઝિટિવ કેસનો આંક 4647 પર પહોંચ્યો, મૃત્યુઆંક 166 અને કુલ 2820 રિકવર થયા

0
4

સુરત. મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 4647 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કુલ મૃતકોની સંખ્યા 166 થઈ છે. ગત રોજ શહેરમાંથી 80 અને જિલ્લામાંથી 5 લોકોએ કોરોનાને મ્હાત આપતાં રિકવર થયેલા લોકોની સંખ્યા 2820 થઈ છે.

નવા નોંધાયેલા કેસમાં ડોક્ટર, કરિણાયાના દુકાનદારનો સમાવેશ

નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલના એક ડોક્ટર, હજીરાના બે ફાયર એક્ઝીક્યુટીવ સુરત મહાનગર પા‌લિકાના યુસીડી ‌વિભાગના કોમ્યુ‌નિટી ઓર્ગેનાઇઝર, પીએચડબલ્યુ ‌વિભાગ સેન્ટ્રલ ઝોનના એક કર્મચારી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.આટલું જ નહીં પણ સુચય ‌ચિલ્ડ્રન હો‌સ્પિટલના ડોક્ટર અને એક લેબ ટે‌ક્નિ‌શિયન ચેપગ્રસ્ત થયા હતા.વધુમાં સેન્ટ્રલ ઝોનમાં નોન વેજ ફુડ બનાવનાર એક રસોઇયાનો ‌રિપોર્ટ પણ પો‌ઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત લાલગેટ ખાતે સેલ્સમેનનું કામ કરતા સેલ્સમેન અને અઠવા ઝોનમાં રહેતા અને ચોકબજારમાં કરીયાણાની દુકાન ચલાવનારનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.