સુરત : પોઝિટિવ કેસનો આંકડો 607 પર પહોંચ્યો, આરોગ્ય સાથે સંકળાયેલા ઝપેટમાં આવ્યા

0
9
  • સુરત જિલ્લાના ગામોમાં પણ પોઝિટિવ કેસમાં વધારો
  • કોરોનાના કારણે મોતને ભેટનારની સંખ્યામાં વધારો

સુરત. શહેરમાં કુલ પોઝિટિવની સંખ્યા 581 થઇ છે, જ્યારે જિલ્લાના નવા 5 કેસ સાથે કુલ પોઝિટિવની સંખ્યા 26 થઇ છે. જેથી સુરત શહેર-જિલ્લાના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 607 પર પહોંચી ગઈ છે. સુરતમાં બે અને જિલ્લાની 1 પોઝિટિવ મહિલા દર્દી સહિત કુલ 3ના મોત નિપજ્યા હતા. જેથી મૃતાંક પણ વધારો થયો છે.

કોવીડ કેર સેન્ટરમાં કવોરન્ટીનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

પોઝિટીવ નોંધાયેલા કેસોમાં રાંદેર રોડના ઓર્થોપેડીક તબીબ ડૉ. નયન ભટ્ટ, એ.પી.એમ.સીમાં શાકભાજીની દુકાન ધરાવતા અડાજણના કેતન અરૂણકુમાર દલાલ ઉપરાંત શહેરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલી સુરત જનરલ હોસ્પિટલના બે મેલ નર્સ અને આરોગ્યમંત્રીની સોસાયટીમાં રહેતા 2 વર્ષના બાળ નક્ષીત વાવીયાનો પણ સમાવેશ થાય છે.વરાછા-એ ઝોનના કોવીડ કેર સેન્ટરમાં કવોરન્ટીન રાખવામાં આવ્યા હોય તેવા બે વ્યકિતઓનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here