સુરત : પોઝિટિવ કેસનો આંકડો 753 પર પહોંચ્યો, ફ્રન્ટલાઈન વોરિયર્સના પરિવારના સભ્યો કોરોનાની ઝપેટમાં

0
9

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 753 થઈ ગઈ છે. વધુ નોંધાયેલા પોઝિટિવ કેસોમાં કોરોના સામે યુધ્ધ લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સના પરિવારના સભ્યો જેમાં પાલિકાના એસએસઆઈની પત્ની, પુત્ર, પુત્રી અને 6 મહિનાની પૌત્રી, પાલિકાના હાઈડ્રોલીક વિભાગના કર્મચારીના બે પુત્રો, સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડમાં કામ કરતા કર્મચારીની પત્ની, તેમજ મેડિકલ સ્ટોર્સ સંચાલક અને 3 શાકભાજી વિક્રેતાઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.

અત્યાર સુધીમાં મૃત્યુઆંક 33 અને 303 દર્દી રિકવર થયા

ગતરોજ સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા વધુ એક વૃદ્ધ દર્દીનું ટુકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ સાથે કોરોનામાં શહેર જિલ્લામાં કુલ મૃતાંક 33 થઈ ગયો છે. જ્યારે ગતરોજ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાંથી કોરોના સામે જંગ લડી સાજા થયેલા 32 અને જિલ્લામાંથી 1 દર્દી મળી કુલ 33 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

એસએસઆઈની પત્ની-પુત્ર અને પૌત્રી સ‌હિત ઘરના ચાર સભ્યો પોઝિટિવ આવ્યા

ઉધના ઝોનમાં એસએસઆઇ તરીકે ફરજ બજાવતા પ્રહલાદ ટી.મરાઠેનો કોરોના ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યા બાદ મંગળવારે તેની પત્ની હેમલતા મરાઠે પુત્ર પ્રશાંત મરાઠે (ઉ.વ.31) પુત્રી રેખા ‌વિનોદ પાટીલ (ઉ.વ.29) અને માત્ર 6 જ મ‌હિનાની પૌત્રી જાન્વી પાટીલનો ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો હતો.

સિ‌વિલના બર્ન્સ વોર્ડમાં કામ કરતા કર્મચારીની 54 વ‌ર્ષિય પત્નીનો રિપોર્ટ પોઝિટિવ

નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલના બર્ન્સ વોર્ડમાં ફરજ બજાવતા રમેશ સાવંતની પત્ની સુ‌નિતા રમેશ સાવંત (ઉ.વ.54)નો ‌રિપોર્ટ પો‌‌ઝિટીવ આવ્યો હતો. ‌વિગતો મુજબ સુ‌નિતા ડોક્ટર્સને ત્યાં રસોઇ બનાવવાનું કામ કરે છે. સુ‌નિતા સાવંત અગાઉ નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલ કેમ્પસમાં જ રહેતા હતા.

મેડિકલ સ્ટોર સંચાલકને કોરોના પોઝિટિવ

મેડીકલ સ્ટોર્સ ચલાવતા ‌પિંકલ શાહ (રહે. 80 ફુટ રોડ, ઉદના જીઆઇડીસી- ઉધના ઝોન)નો ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો હતો. ભાઠેના ‌વિસ્તારમાં મેડીકલ સ્ટોર્સ ચલાવતા ‌પિંકલ શાહ દવા લેવા આવતા લોકોના સંપર્કમાં આવતા સંક્ર‌મિત થયા હોય શકે.

પા‌લિકાના હાઇડ્રો‌લિક ‌વિભાગના કોરોના પો‌ઝિટીવ કર્મચારીના બે પુત્રો પણ પોઝિટિવ

મનપાનાં હાઇડ્રો‌લિક ‌વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા અને પાંડેસરા રહેતા જ્ઞાનેશ્વર પાટીલને બે ‌દિવસ પહેલા કોરોના પો‌ઝિટીવ આવ્યો હતો. મંગળવારે પ‌રિવારના બે સભ્યોને આજે સંક્રમણની અસર થઇ હતી. જ્ઞાનેશ્વર પાટીલ (ઉ.વ.42)ના પુત્ર ‌વિકાસ (ઉ.વ.24) અને ‌વિશાલ પાટીલ (ઉ.વ.28)નો‌ ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here