Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે. વડોદરામાં શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 7818 ઉપર પહોંચ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 139 થયો છે. વડોદરામાં ગત રોજ 101 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 6054 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1625 એક્ટિવ કેસ પૈકી 161 દર્દી ઓક્સિજન ઉપર અને 65 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1399 દર્દીની હાલત સ્થિર છે.

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1945 કેસ

વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 7698 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1320, પશ્ચિમ ઝોનમાં 1220, ઉત્તર ઝોનમાં 1971, દક્ષિણ ઝોનમાં 1535, વડોદરા ગ્રામ્યમાં 1736 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરાના આ વિસ્તારોમાં કોરોનાના વધુ કેસો નોંધાયા

શહેરઃ- અકોટા, સુભાનપુરા, એકતાનગર, કારેલીબાગ, સવાદ, નવાયાર્ડ, વડસર, સુદામાપુરી, તરસાલી, ગોરવા, સમા, રામદેવનગર, ગોકુલનગર, બાપોદ, શિયાબાગ, નવીધરતી, માંજલપુર
ગ્રામ્યઃ- સાવલી, કરજણ, ભાયલી, ડભોઇ, પાદરા, વાઘોડિયા, કરોડિયા, ડેસર, રણોલી, કોયલી, પોર
અન્યઃ- મહેસાણા

વડોદરામાં હાલ 4112 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 4112 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4102 લોકો હોમ ક્વોરન્ટીન, 7 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 3 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments