સુરત : પોઝિટિવ કેસનો આંક 8121 પર પહોંચ્યો, મૃત્યુઆંક 324 અને કુલ 4820 રિકવર થયા

0
4

સુરત. મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 8121 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 324 પર પહોંચી ગયો છે. ગત રોજ સારવાર લઇ સાજા થઇ ગયેલા 135 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેથી અત્યાર સુધીમાં કોરોનાની સારવાર લઇ કુલ 4820 દર્દીઓ સાજા થઇ ગયા છે.

સિવિલના વધુ 4 કર્મચારી કોરોના સંક્રમિત

નવા નોંધાયેલા કેસમાં 8 તો ડોકટરો છે જ્યારે 13 રત્નકલાકારો છે. સેન્ટ્રલ ઝોનમાં કપડાંની દુકાન ચલાવનાર,સોડાની શોપ ચલાવનાર અને એક પ્રોપર્ટી બ્રોકર કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.વરાછામાં યોગી ચોક પર મેડિકલ સ્ટોર ચલાવનાર,સ્મિમેરમાં નર્સ તરીકે કામ કરનાર,સિવિલ હોસ્પિટલના ડોકટર અને શાકભાજી વેચનારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આવી જ રીતે રાંદેર ઝોનના વિસ્તારોમાં એસવીએનઆઇટી હોસ્ટેલના કર્મચારી,ટ્યુશન કલાસીસનો વોચમેન,અદાણી પોર્ટ પર નોકરી કરનાર, વકીલ અને ચશ્માની દુકાન ચલાવનાર કોરોનાની અડફેટે ચડી ગયા હતા.કતારગામમાં ગજેરા સ્કૂલનો ડ્રાઈવર,સ્મિમેરની નર્સ અને એકાઉન્ટન્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અઠવા ઝોનમાં સિવિલના વધુ 4 કર્મચારીઓ રાબેતા મુજબ પોઝિટિવ આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here