સુરત : પોઝિટિવ કેસનો આંક 8372 પર પહોંચ્યો, મૃત્યુઆંક 339 અને કુલ 5018 રિકવર થયા

0
0

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 8 372 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 339 થયો છે. ગત રોજ 189 લોકો સાજા થઈ ઘરે ગયા હતા. અત્યાર સુધીમાં 5018 લોકો સાજા થઈ ચૂક્યા છે.જ્યારે 3015 લોકો હજી કોરોના સામે જંગ લડી રહ્યા છે.

સચિનના ડેન્ટલ સર્જનનો રિપોર્ટ પોઝિટિવ

શહેરમાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે ગત રોજ શહેરમાં વધુ 22 રત્નકલાકારો અને 4 ડોકટરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ ઉપરાંત ઓએનજીસી હેલ્થ કેર વર્કર,સિવિલ હોસ્પિટલની નર્સ,કારીયાણાની દુકાન ચલાવનાર, સુમુલ ડેરીના કર્મચારી,કતારગામના શિક્ષક,મંડપ સર્વિસ ચલાવનાર,સચિનનો કોન્ટ્રાકટર,મોર ગામનો તલાટી,કોમ્પ્યુટરની દુકાન ધરાવનાર,મનપાના સેન્ટ્રલ ઝોનનો ચીફ એસ.આઈ.,પ્લાસ્ટિક વેચનાર,મઝદા બેકરીનો માલિક અને સચિનના ડેન્ટલ સર્જનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here