Monday, October 25, 2021
Homeસુરત : પોઝિટિવ કેસનો આંકડો 889 પર પહોંચ્યો, મત્યુઆંક 38 અને 468...
Array

સુરત : પોઝિટિવ કેસનો આંકડો 889 પર પહોંચ્યો, મત્યુઆંક 38 અને 468 રિકવર થયા

  • સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 22 જેટલા દર્દીઓ ગંભીર હાલત છે
  • પાલિકાના વરાછા હેલ્થ સેન્ટરની લેબ ટેક્નિશયનનો રિપોર્ટ પોઝિટિવ

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 889 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 468 વ્યક્તિ કોરોનાને માત આપી સાજા થયા છે. જ્યારે મૃત્યુઆંક 38 પર પહોંચ્યો છે.

કોરોના વોરિયર ઝપેટમાં આવ્યા

નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં નાનાવરાછામાં કોરોના પોઝિટિવ માતાની સારવાર માટે ખડેપગે હાજર રહેનાર એડવોકેટ અને નવસારી કૃષી યુનિવર્સીટીમાં નોકરી કરતા તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે પાલિકાના વરાછા હેલ્થ સેન્ટરની લેબ ટેક્નિશયનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ઉધના પંચશીલ નગર કોમ્યુનીટી સ્પ્રેડીંગમાં એક જ દિવસમાં 4 કેસ સામે આવ્યા છે. તેવી જ રીતે ગોપીપુરામાં જગ્ગુ વલ્લભની પોળમાં એક જ પરિવારના 3 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

14 મહિનાના બાળક સહિત 50 દર્દીઓને રજા અપાઈ

શનિવારે શહેર જિલ્લામાંથી કોરોનાને માત આપી સાજા થયેલા શહેરના 45 અને જિલ્લાના 5 મળી કુલ 50 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેમાં ડભોલી ભ્રમલોક સોસાયટી ખાતે રહેતા ગોટી પરિવારના 14 મહિનાના પુત્ર જ્યોત તેમજ જિલ્લાના ઉમરપાડાના ખોડઆંબા ગામના વસાવા પરિવારના બે બાળકો વૈદિક સુરેશ વસાવા(4) અને કૃષાંગ સુરેશભાઈ વસાવા(7) તેમજ ઓલપાડના સાંધિયેરના કંથારીયા પરિવારની 3 વર્ષીય પુત્રી ધારવી કોરોનાને માત આપી ઘરે પહોંચતા આ બાળકોનું ગામના રહીશોએ સ્વાગત કર્યું હતું.

સિવિલમાં કોરોનાના 22 દર્દીઓ ગંભીર

સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના 277 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ દર્દીઓ પૈકી 22 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટીલેટર પર, 8 દર્દીઓ બાઈપેપ પર અને 11 દર્દીઓ ઓક્સિજન પર કોરોના સામે જંગ લડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments