Monday, October 18, 2021
Homeસુરત : પોઝિટિવ કેસનો આંક 8950 પર પહોંચ્યો, મૃત્યુઆંક 375 અને કુલ...
Array

સુરત : પોઝિટિવ કેસનો આંક 8950 પર પહોંચ્યો, મૃત્યુઆંક 375 અને કુલ 5483 રિકવર થયા

સુરત. મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 8950 પર પહોંચી ગયો છે. આ સાથે ગત રોજ એખ જ દિવસમાં 20ના મોત સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંર 375 થયો છે. ગત રોજ 262 લોકોએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેથી સાજા થઈ ગયેલાઓની કુલ સંખ્યા 5483 થઈ ગઈ છે.

તબીબો કોરોના સંક્રમિત થયા

સર્જરી વિભાગના ડોક્ટર અને સિવિલના ઇન્ચાર્જ અધિક્ષક ડો.રાગિણી વર્માના પતિ ડો.નિમેષ વર્માનો કોરોના રિપોર્ટ પણ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે ડોકટરના પત્ની અને સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક એવા ગાયનેક વોર્ડના વડા ડો.રાગીણી વર્મા પણ હોમ ક્વોરન્ટીન થઈ ગયા છે.જેને પગલે હાલ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકનો ચાર્જ ડો. ઋતુમભરા મહેતાને આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડો.વર્મા સતત સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી બજાવી રહ્યા હતા અને રિપોર્ટ કઢાવવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આટલું જ નહીં પણ સિવિલ હોસ્પિટલના અન્ય ડોકટર અને નર્સનો રિપોર્ટ પણ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો.સ્મિમેરમાં પણ મેડિકલ સ્ટાફના કેટલાક લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

SMC ક્લાર્ક અને 12 રત્નકલાકારોનો રિપોર્ટ પોઝિટિવ

મંગળવારે પણ ડોકટરો,નર્સ અને કોરોનાની સારવારમાં લાગેલા મેડિકલ સ્ટાફના લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.મંગળવારે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો.રાગીણી વર્માના પતિ અને સિવિલના જ સર્જરી વિભાગના ડો.નિમેષ વર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેને પગલે સિવિલના ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ડો.ઋતુમભરા મહેતાને ચાર્જ સોંપયો છે.સ્મીમેરની 3 અને સિવિલની બે નર્સ અને 1 મેલ નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ઉપરાંત 12 રત્નકલાકારો સર્જીકલ શોપના માલિક,મોબાઇલની દુકાન ચલાવનાર,લેબ ટેક્નિશિયન,આઈ.સી.ડી.એસ. વર્કર,ઇચ્છાપોરના તલાટી, SMCના ક્લાર્ક, લીંબાયત ઝોનના SSI તેમજ સ્મિમેરની આયાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments