સુરત : પોઝિટિવ કેસનો આંકડો 955 પર પહોંચ્યો, રિકવરનો આંક 553, 24 દર્દીઓની હાલત ગંભીર

0
0

સુરત. શહેર-જિલ્લામાં પોઝઇટિવ કેસનો આંક 955 પર પહોંચ્યો છે. આ સાથે શહેર જિલ્લામાંથી અત્યાર સુધીમાં  કુલ 553 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ગયા છે. જ્યારે મૃત્યુઆંક 39 પર પહોંચ્યો છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 228 કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ છે. જેમાંથી 2 દર્દીઓ વેન્ટીલેટર પર, 8 દર્દી બાઈપેપ પર તેમજ 14 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે. આમ કુલ 24 દર્દીઓની હાલત હાલ ગંભીર છે.

નવા નોંધાયેલા કેસમાં ફ્રન્ટલાઈન વોરિયર્સનો સમાવેશ

શહેરમાં સોમવારે કોરોનાના વધુ 22 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા જિલ્લાના આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો હતો. આ સાથે શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 955 થઈ ગઈ છે. તેવી જ રીતે સોમવારે શહેર અને જિલ્લામાંથી 4 મહિનાની બાળકી સહિત વધુ 23 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાંથી અત્યાર સુધીમાં  કુલ 553 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ગયા છે. સોમવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં વધુ 3 કરીયાણાના દુકાનદાર તેમજ 2 ફ્રુટ વિક્રેતાઓ તેમજ ખાનગી તબીબ અને સફાઈ કામદાર જેવા કોરોના સામે યુદ્ધ લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સનો પણ સમાવેશ થયો છે.

ચાર મહિનાની બાળકીએ પણ કોરોનાને માત આપી

સહારા દરવાજા વિસ્તારમાં રહેતા પરિવારની 4 મહિનાની બાળકી માહિર રાજુ કુરેશી અને તેની માતા મુસ્કાન(31)તેમજ વરાછા એ.કે. રોડ વિસ્તારમાં રહેતા પરિવારની 6 વર્ષની પુત્રી આરોહી ભારદ્વાજ સહિત કુલ 23 દર્દીઓએ સોમવારે કોરોનાને માત આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here