Tuesday, October 26, 2021
Homeકોરાના સુરત : વધુ બે કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો 244 થયો,...
Array

કોરાના સુરત : વધુ બે કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો 244 થયો, સિવિલ હોસ્પિટલમાં વધુ બે વૃદ્ધના મોતથી આંક 10

સુરત : શહેર-જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વધુ બે કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 244 પર પહોંચી ગયો છે. ગત રોજ એક દિવસમાં વધુ 40 કેસ સામે આવ્યા હતા. જ્યારે જિલ્લામાં એક નવો નોંધાયો હતો. નવા આવેલા કેસમાં લિંબાયત, વરાછા અને સેન્ટ્રલ ઝોનના કેસ વધુ છે. આ સાથે સુરત સિવિલ હોસ્પિટલ 244 પોઝિટિવ દર્દી પૈકી 224 એક્ટિવ કેસ છે અને આજે બે વૃદ્ધના મોત થયા છે. જેથી મૃતકોનો આંક વધીને 10 થયો છે.

વધુ બે કેસ નોંધાયા

લિંબાયતના અંબાનગરમં રહેતી નુરબાનુ મહમ્મ્દ હનિફ શૈખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગોડાદરાના લક્ષમીનગરમાં રહેતી સરીતા કલ્પેશ ખટીકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

વધુ બેના મોત

રામનગર ખાતે રહેતા સૈયદ નિયાઝ અહેમદ(ઉ.વ.70) 18 એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેની બે દિવસની સારવાર દરમિયાન જ મોત થયું છે. જેમને ન્યુમોનિયા, નવા નિદાન કરાયેલા ડીએમ સાથે મ્યોકાર્ડિટિસની ગંભીર બીમારી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક બેગમપુરા ખાતે રહેતા દયાકૌરબેન હિરાલાલ રાણાનો 7 એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજે તેમનું મોત થયું છે. જેમને કિડની, મ્યોકાર્ડિટિસ, હાયપરનાટ્રેમિયા બીમારી હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments