વડોદરા : નવા 112 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 7103, વધુ બેના મોત અને 59 ડિસ્ચાર્જ

0
5

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરામાં વધુ 112 કેસ નોંધાતા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 7103 ઉપર પહોંચ્યો છે. આ સાથે સત્તાવાર બેના મોતથી મૃત્યુઆંક 130 થયો છે. વડોદરામાં આજે વધુ 59 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 55890 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1384 એક્ટિવ કેસ પૈકી 146 દર્દી ઓક્સિજન ઉપર અને 55 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1183 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરામાં હાલ 2737 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 2737 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 2690 લોકો હોમ ક્વોરન્ટીન, 36 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 11 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1860 કેસ

વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 7103 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1212, પશ્ચિમ ઝોનમાં 1078, ઉત્તર ઝોનમાં 1860, દક્ષિણ ઝોનમાં 1386, વડોદરા ગ્રામ્યમાં 1534 અને 33 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસો નોંધાયા

શહેરઃ છાણી જકાતનાકા, રેસકોર્સ, પરીવાર ચાર રસ્તા, તાઇવાડા, ન્યુ સમા રોડ, માજંલપુર, કારેલીબાગ, મકરપુરા, અટલાદરા, તરસાલી, ઓ.પી.રોડ, સુદામાપુરી, તાંદલજા, સનફાર્મા રોડ, અકોટ, વાધોડીયા રોડ, નવી ધરતી, ગોકુલનગર, વારસીયા, વી.આઇ.પી.રોડ, દંતેશ્વર, સુભાનપુરા, માણેજા, વડસર, ગોરવા, યાકુતપુરા, ફતેપુરા, સેવાસી રોડ
ગ્રામ્યઃ રણોલી, પોર, ડભોઇ, કરજણ, શિનોર, સાવલી, વાધોડીયા, પાદરા

ભરૂચમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1300ને પાર

આજરોજ ભરૂચમાં વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1300ને પાર કરી 1316 પર પહોંચી ગઈ છે. આજે 9 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. અત્યાર સુધીમાં 1106 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા તો 185 હાલ એક્ટિવ દર્દી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here