વડોદરા : પોઝિટિવ કેસનો આંક 2994 થયો, અત્યાર સુધીમાં કુલ 2131 દર્દી રિકવર થયા

0
4

વડોદરા. મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 2994 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં ગત રોજ વધુ 31 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 2131 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 806 એક્ટિવ કેસ છે, જે પૈકી 140 ઓક્સિજન ઉપર અને 37 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 629 દર્દીની હાલત સ્થિર છે.

છેલ્લા 24 કલાકમાં દર 20 મિનિટે એક પોઝિટિવ

શહેરમાં કોરોના વાઇરસ દિવસે ને દિવસે વધુ ઘાતક બની રહ્યો છે. જ્યારે ગત રોજ રેકોર્ડબ્રેક 72 લોકો એક જ દિવસમાં સંક્રમિત બન્યાં છે. એટલે કે 24 કલાક દરમિયાન શહેરમાં દર 20 મિનિટે એક વ્યક્તિ કોરોના પોઝિટિવ બન્યો છે.

આ વિસ્તારમાં પોઝિટિવ કેસો નોંધાયા

શહેરી વિસ્તાર : આજવા રોડ, વાઘોડિયા રોડ, છાણી, સુભાનપુરા, હાથીખાના, તાંદલજા, માંડવી, કારેલીબાગ, માંજલપુર, મકરપુરા, અટલાદરા, નિઝામપુરા, સમા, યાકુતપુરા, ગેંડીગેટ, વીઆઇપી રોડ, સમા, નાગરવાડા.
ગ્રામ્ય વિસ્તાર : સાવલી, ડભોઇ, બિલ, બાજવા, ભાયલી રોડ, પાદરા.

પૂર્વ વડોદરામાં કેસો ઘટ્યા

પૂર્વ વડોદરામાં અચાનક પોઝિટિવ કેસોમાં ઘટાડો નોંધાયો હતો. જે વિસ્તારમાં 10થી 12 સરેરાશ કેસો નોંધાતા હતા તે વિસ્તારમાં શનિવારે માત્ર 7 કેસો જ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે પશ્ચિમમાં 8, ઉત્તરમાં 16, દક્ષિણમાં 19, રૂરલમાં 19 કેસો નોંધાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here