સુરત : પોઝિટિવનો આંકડો વધીને 23,355 થયો, ડિસ્ચાર્જની સંખ્યા 20હજારથી વધીને 20,066 પર પહોંચી

0
0

કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેર અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવનો કુલ આંકડો વધીને 23,355 થયો છે.સાથે મૃત્યુઆંક 853 થયો છે. જેમાં શહેરના 638 અને જિલ્લાના 215 મૃતકોનો સમાવેશ થાય છે. ડિસ્ચાર્જ થયેલાની કુલ સંખ્યા 20 હજારથી વધીને 20,066 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2436 લોકો સારવાર હેઠળ છે.

સિવિલ અને સ્મીમેરમાં 7 દર્દી વેન્ટિલેટર પર

નવી સિવિલ હોસ્પિટલમાં 138 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 89 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 3 વેન્ટિલેટર, 17 બાઈપેપ અને 69 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 58 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 52 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 32 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here