કોરોના સુરત : વધુ બે કેસ નોંધાતા આંકડો 42 થયો, કોરોના વાઇરસ હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ગયો

0
9
  • સુરત જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 42 પર પહોંચ્યો
  • 353 શંકાસ્પદ દર્દીઓ પૈકી 316નો રિપોર્ટ નેગેટિવ આવ્યો

સુરત. શહેરમાં ગત રોજ એક જ દિવસમાં કોરોનાના 9 પોઝિટિવ દર્દી મળી આવતા શહેર-જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યા 42 ઉપર પહોંચી છે. ગત રોજ જે કેસ પોઝિટિવ આવ્યા તેમાંથી 5 તો એવા હતા કે જે રેન્ડમલી કોમ્યુનિટી સેમ્પલના હતા. જેથી શહેરમાં કોરોના વાઇરસ હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ચુક્યો છે.

માસ સેમ્પલિંગથી વધુ કેસ મળ્યા

લોખાત હોસ્પિટલના મહિલા સહીત 2 હેલ્થ વર્કર અને લોખાત હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા 1નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જયારે કોમ્યુનિટી સેમ્પલના રિપોર્ટમાં 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન ફેલાઈ રહ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું.તમામ પોઝિટિવ દર્દીઓને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.સોમવાર સુધી સુરતમાં 353 શંકાસ્પદ દર્દીઓ ( કોમ્યુનિટી સેમ્પલ સિવાયના) સામે આવી ચુક્યા છે જે પૈકી 316નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે 40નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 4ના રિપોર્ટ આવવાના બાકી છે.સુરત શહેર અને જિલ્લો મળી અત્યાર સુધીમાં કુલ 44 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે.

શહેરને 3 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું

સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસની હાજરી બાદ શહેરને 3 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. રેડ ઝોનમાં જ્યાં સહુથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ છે એ રાંદેર -ગોરાટ ,બેગમપુરા, ઝાંપાબજાર અને લોખાત હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોખાત હોસ્પિટલમાં કામ કરતા 3 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલને ક્લસ્ટર કવોરન્ટીન કરવામાં આવી છે. યલો ઝોનમાં જ્યાંથી કેસ બહાર આવ્યા છે પણ રેડ ઝોન જેટલી સંખ્યા નથી એ વિસ્તારો છે. જ્યારે શહેરના અન્ય વિસ્તારો ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યા છે. કોમ્યુનિટી સેમ્પલ પણ ઝોન વિભાજનના આધારે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here