Saturday, April 20, 2024
Homeબ્રેકીંગ ન્યૂઝભારતમાં વેક્સિનેશનનો આંકડો 150 કરોડને પાર, PM મોદીએ કહ્યું- આશ્ચર્યથી ઓછું નથી

ભારતમાં વેક્સિનેશનનો આંકડો 150 કરોડને પાર, PM મોદીએ કહ્યું- આશ્ચર્યથી ઓછું નથી

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આજે દેશે વધુ એક મહત્વપૂર્ણ પડાવ પાર કર્યો છે. દેશમાં વર્ષની શરૂઆત 15-18 વર્ષની વયના બાળકોને રસીકરણ સાથે કરવામાં આવી હતી.

આજે, વર્ષના પ્રથમ મહિનાના પ્રથમ સપ્તાહમાં, ભારતે 150 કરોડ વેક્સિન ડોઝનો ઐતિહાસિક મુકાન પણ હાંસલ કર્યો છે. 150 કરોડ વેક્સિનના ડોઝ, તે પણ એક વર્ષથી ઓછા સમયમાં, આ આંકડાઓ અનુસાર મોટી સંખ્યા છે. વિશ્વના મોટાભાગના દેશો માટે આ આશ્ચર્યથી ઓછું નથી. ભારત માટે તે નવી ઈચ્છા શક્તિનું પ્રતિક છે, જે અશક્યને શક્ય બનાવવા માટે કંઈ પણ કરવાની હિંમત ધરાવે છે.

કોને કેટલા ડોઝ અપાયા ? 

આપને જણાવી દઇએ કે, દેશમાં 87 કરોડ 9 લાખથી વધુ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. તો 62 કરોડ 10 લાખથી વધુ લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધુની ઉંમર 34 કરોડ 98 લાખ લોકોને રસી લાગી ચૂકી છએ.

2 કરોડથી વધુ કિશોરેને અપાઈ રસી 

તો દેશમાં કિશોરોને પણ ખૂબ જ ઝડપથી વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ કિશોરને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. નોંધનીય છે કે, કિશોરોનું રસીકરણ અભિયાન દેશણાં 3 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ રસીકરણ 

રસીકરણ મામલે ઉત્તર પ્રદેશ અન્ય રાજ્યોની સરખામણીએ ટોપ પર છે. ઉત્તર પ્રદેશમાં રસીના 20 કરોડ 76 લાખથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. તો મહારાષ્ટ્રમાં 13 કરોડ 69 લાખથી વધુ, પશ્ચિમ બંગાળમાં 10 કરોડ 77 લાખ, મધ્યપ્રદેશમાં સાડા દશ કરોડ વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular