કોરોના ઈન્ડિયા : સંક્રમિતોનો આંકડો 1 લાખને પાર, મહારાષ્ટ્રમાં આજથી CISF અને CRPFની પાંચ કંપનીઓ તહેનાત કરાઈ

0
0

નવી દિલ્હી.  દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 328 થઈ ગઈ છે. સોમવારે 4629 દર્દી વધ્યા હતા. અત્યાર સુધી 39 હજાર 233 દર્દી સાજા પણ થયા છ. સોમવારે મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 35 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં બીજા દિવસે 2 હજારથી વધારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દર્દીઓના સાજા થવાનો રેશિયો 38.29 ટકા થઈ ગયો છે.

દેશમાં દર લાખ આબાદી પર દર્દીઓની સંખ્યા 7.1 છે. સાથે જ કેન્દ્રએ પોતાના 50% જૂનિયર સ્ટાફને ઓફિસ આવવા માટે કહ્યું છે. લોકડાઉન બાદ અહીંયા 33% કર્મચારીઓ સાથે કામકાજ થઈ રહ્યું હતું.

 અપડેટ્સ 

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખતા મંગળવારે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની પાંચ કંપનીઓને તહેનાત કરાઈ છે. જેમને મુંબઈમાં 1,3,5,6 અને 9 જોનમાં તહેનાત કરવામાં આવશે. મુંબઈ પોલીસ તરફથી આ પ્રકારની માહિતી આપવામાં આવી છે. આ પહેલા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળની પાંચ કંપનીઓની પહેલી બેચ સોમવારે મુંબઈ પહોંચી હતી. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને પોલીસની મદદ માટે સીએપીએફને મોકલવાની અપીલ કરી હતી.

 પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા 

દિવસ કેસ
17 મે 5015
16 મે 4792
18 મે 4629
10 મે 4311
14 મે 3943

 

પાંચ રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિ

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ5236- અહીંયા સોમવારે 259 દર્દી મળી આવ્યા હતા. લોકડાઉન-4માં ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ખંડવા, દેવાસઅ અને બુરહાનપુરને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યના અન્ય જિલ્લા ગ્રીન ઝોનમા હશે. અહીંયા તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરાશે.

 મહારાષ્ટ્ર, સંક્રમિતઃ35058- રાજ્યમાં સોમવારે 2005 દર્દી વધ્યા અને 51 લોકોના મોત થયા હતા. અહીંયા કન્ટેનમેન્ટ સાથે સીલબંધ ઝોનનો વિકલ્પ પણ સામેલ કરાયો છે. ત્યારબાદ જો કોઈ ઈમારત અથવા હાઉસિંગ સોસાયટીની કોલોનીમાં કોઈ સંક્રમિત મળી આવશે તો આખી કોલોનીની જગ્યાએ  એ ઈમારત અથવા કેમ્પસને સીલબંધ કરવામાં આવશે.

 ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ4605- અહીંયા સોમવારે રેકોર્ડ 9 હજાર 114 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જેમાં 141 પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 2 હજાર 783 દર્દી સાજા થયા છે અને 118 લોકોના મોત થયા છે.

રાજસ્થાન, સંક્રમિતઃ5507- અહીંયા સોમવારે સંક્રમણના 305 કેસ સામે આવ્યા હતા. જેમાંથી ડૂંગરપુરમાં 64, જયપુરમાં 47, જોધપુરમાં 35, ઉદેયપુરમાં 21, ભીલવાડા અને જાલોરમાં 25-25 બાડમેરમાં 11 અને રાજસંમદમાં 10 દર્દી મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 138 લોકોના મોત થયા છે.

 દિલ્હી, સંક્રમિતઃ10054- અહીંયા સોમવારે 299 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 283 દર્દીઓ સાજા થયા અને 12 લોકોના મોત થયા હતા.અહીંયા કુલ સંક્રમિતોમાંથી 5409ની સારવાર ચાલી રહી છે, જ્યારે 4485 દર્દી સાજા થયા છે. પશુપાલન વિભાગની ઓફિસ 48 કલાક માટે સીલ કરાઈ છે. અહીંયા એક અધિકારી કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો

બિહાર, સંક્રમિતઃ1423- અહીંયા સોમવારે 103 કોરોના સંક્રમિત મળ્યા હતા. જેમાંથી ગોપાલગંજમાં 31, બેગૂસરાયમાં 15, મુંગેરમાં 07, નાલંદામાં 05, સહરસામાં 03, જ્યારે ખગડિયા, નવાદા, સુપૌલ અને પૂર્ણિયામાં 1-1 દર્દી મળ્યા  હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here