મોબાઇલમાં ઓતપ્રોત નર્સે મહિલાને વેક્સિનનો ડોઝ 2 વાર લગાવ્યો; હાથમાં ભારે સોજો આવ્યો

0
4

ભારતમાં કોરોનાની બીજી લહેરે ભારે પ્રકોપ વરસાવ્યો છે. અત્યારે દેશના લગભગ તમામ પ્રદેશોમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. એવામાં અત્યારે વાયરસના પ્રકોપથી બચવા માટે દેશમાં ઠેર-ઠેર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે. આ અભિયાનનો ત્રીજો તબક્કો ગુરૂવારથી દેશમાં લાગુ કરાયો હતો. કોરોના મહામારી આટલી ગંભીર હોવા છતાં અમુક દેશવાસીઓ એને ગંભીરતાથી નથી લઈ રહ્યા, જેમાં ક્યારેક સામાન્ય નાગરિકો તો ક્યારેક આરોગ્ય વિભાગના કર્મીઓ બેદરકારી દાખવતા હોય છે. આવો જ એક કિસ્સો કાનપુરમાં સામે આવ્યો છે, જેમાં એક ANMએ મહિલાને બે વખત એકનો એક કોવિડ વેક્સિનનો ડોઝ લગાવી દીધો હતો.

બીજો ડોઝ આપતાંની સાથે મહિલાએ ANMને ટોકી

કાનપુરના મડોલી PHCમાં કોરોનાની વેક્સિન લગાવાઈ રહી છે, જ્યાં કમલેશ દેવી નામની મહિલા પણ પ્રથમ ડોઝ લેવા માટે ગઈ હતી. એ દરમિયાન ANMની કાર્યકર્તા ફોન પર વાતો કરવામાં એટલી વ્યસ્ત હતી કે તેણે એક જ મહિલાને બે વખત વેક્સિનનો ડોઝ આપ્યો હતો. આ વાતની જાણ થતાં તરત જ વેક્સિન લેનાર મહિલાએ ANMની કાર્યકર્તાને ટોકી હતી, ત્યારે તેણે પોતાની ભૂલ પણ માની લીધી હતી. મહિલાનાં પરિવારજનોને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે વેક્સિનેશન કેન્દ્ર ખાતે હોબાળો મચાવ્યો હતો.

વેક્સિન અંગે મૂંઝવણ હોવાથી મહિલાએ ફરી ડોઝ પણ લઈ લીધો

આ સમગ્ર ઘટના અંગે કમલેશ દેવીએ જણાવ્યું હતું કે ANMની નર્સ મોબાઈલ પર કોઈકના જોડે વાત કરવામાં અત્યંત વ્યસ્ત હતી. તેણે વેક્સિનનો પ્રથમ ડોઝ પણ મને ફોન પર વાત કરતાં સમયે આપ્યો હતો. ત્યાર પછી મને નહોતી ખબર કે વેક્સિનના કેટલા ડોઝ લેવાના છે, જેથી હું મારી જગ્યાએથી ઊભી નહોતી થઈ. ANMની નર્સે પણ મને નહોતું કહ્યું કે તમે હવે જઈ શકો છો. ત્યારે અચાનક નર્સ પાછી મારી પાસે આવી અને ફોનમાં વાતોમાં મશગૂલ ANMએ ફરીથી એ જ હાથ ઉપર મને કોરોનાની વેક્સિન આપી દીધી હતી. આ વાતની જાણ મને થતાં તેણેને મેં પૂછ્યું હતું કે શું વેક્સિનને એકસાથે બે વખત લેવાની હોય છે? ત્યારે નર્સે ગુસ્સામાં મારી સમક્ષ જોયું અને કહ્યું હતું કે તમે કેમ હજુ અહીંથી ગયાં નથી? વેક્સિનનો તો એક સમયે બસ એક જ ડોઝ હાલ પૂરતો તમારે લેવાનો હતો.

મહિલાના હાથમાં વેક્સિનના 2 ડોઝ લીધા હોવાના નિશાનો.

મહિલાના હાથમાં વેક્સિનના 2 ડોઝ લીધા હોવાના નિશાનો.

મહિલાનાં પરિવારજનોએ હોબાળો કર્યો

કમલેશ દેવીએ કહ્યું હતું કે એક જ વેક્સિનના બે ડોઝ લીધા પછી તેમના હાથમાં વધારેપડતો સોજો આવ્યો હતો. આ ઘટનાની જાણ મહિલાના પરિવારવાળાને થતાં તેમણે તાત્કાલિક ધોરણે વેક્સિનેશન કેન્દ્રમાં હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ઉપરી અધિકારીઓ પણ કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા અને મહિલાને આશ્વાસન આપ્યી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. કાનપુરના CMO રાજેશ કુમારે ફોન કરી જાણકારી આપી હતી કે આ સમગ્ર ઘટનાની જાણ DM સાહેબને કરવામાં આવી છે. તેમણે આની ગંભીરતાને લઈને આગળ કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી દીધી છે.

માતા જ્યારે વેક્સિન લેવા પહોંચી ત્યારે પણ નર્સ ફોન પર વાત કરી રહી હતીઃ મહિલાનો પુત્ર.

માતા જ્યારે વેક્સિન લેવા પહોંચી ત્યારે પણ નર્સ ફોન પર વાત કરી રહી હતીઃ મહિલાનો પુત્ર.

પુત્રએ પણ ANMને ફોન પર વ્યસ્ત હોવાની વાત સ્વીકારી

મહિલાના પુત્રએ જણાવ્યું હતું કે તેમની માતાની તબિયત હાલ સારી છે, જે હાથ પર વેક્સિનના એક સાથે 2 ડોઝ લાગ્યા છે એમાં સોજો આવી ગયો છે. તેમની માતા જ્યારે વેક્સિન લેવા પહોંચી હતી એ સમયે PHCમાં કાર્યરત ANM અર્ચના ફોન પર વાત કરી રહી હતી. નર્સે પહેલી વાર વેક્સિનનો ડોઝ મહિલાને આપી દીધો હતો, ત્યાર પછી ફોન પર વાતો કરતાં-કરતાં જ કંઈક પેપરવર્ક કરવા લાગી હતી. થોડાક સમય પછી તેમની માતા એ જ સ્થળે બેઠેલી હોવાથી ANMએ તેને બીજી વ્યક્તિ સમજીને ફરીથી એ જ હાથ પર વેક્સિનનો ફરી ડોઝ લગાવી દીધો હતો.

તપાસના આધારે કાર્યવાહી હાથ ધરાશે

CMO આર. કુમારે કહ્યું હતું કે એક જ વ્યક્તિને એકસરખા ડોઝની વેક્સિન ન આપવી જોઈએ, આ વસ્તુ સંભવ જ નથી. આ ઘટનાની વિગતવાર માહિતી મેળવવા માટે એક ટીમનું આયોજન કરાશે, જેના રિપોર્ટ આવ્યા પછી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મોટી બેદરકારી દાખવતો કિસ્સો છે, આ પ્રકારની લાપરવાહી મોંઘી સાબિત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here