ગુજરાત : રાજ્યમાં 98 સબ રજિસ્ટ્રારની કચેરી શરૂ થશે, દસ્તાવેજની નોંધણી ઓનલાઇન કરાવવાની રહેશે

0
6

અમદાવાદ : રાજ્યમાં ધીરે-ધીરે સરકારી કામકાજ શરૂ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી આપી છેકે, રાજ્યમાં 98 સબ રજિસ્ટ્રારની કચેરીઓ શરૂ કરવામાં આવશે. જોકે સબ રજિસ્ટ્રાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે અને દસ્તાવેજની નોંધણી ઓનલાઇન કરાવવાની રહેશે. રાજ્યમાં 40 હજાર ઉદ્યોગો શરૂ થયા છે અને 5 લાખ જેટલા શ્રમિકો કામે પરત ફર્યા હોવાનું મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું છે. અમદાવાદ જિલ્લામાં આજે બે પોઝિટિવ કેસ નોંધાયા છે. દસક્રોઈ તાલુકાના બોપલ અને જેતલપુરમાં બે કેસ સામે આવતાં જિલ્લામાં કુલ 20 પોઝિટિવ કેસ થયા છે. જેમાં દસક્રોઈમાં જ 15 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 2628 થઈ ગયા છે.

સુરેન્દ્રનગરના થાનગઢના 61 વર્ષીય વ્યક્તિને કોરોના, ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની 

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લાના થાનગઢ ખાતે રહેતા 61 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની છે. કોરોનાનો પોઝિટિવ કેસ આતા જિલ્લા તંત્રમાં દોડધામ મચી છે. ગાંધીનગરમાં પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ગાંધીનગરમાં ડોક્ટરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2626 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 112એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 179 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

રાજ્યમાં અત્યારે દરરોજ 3 હજાર જેટલા ટેસ્ટ થાય છેઃ જયંતિ રવિ

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગને લઇને ઉઠી રહેલા પ્રશ્નોને લઇને આજે પણ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજ્યમાં થઇ રહેલા ટેસ્ટ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું છેકે, રાજ્યમાં અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. 5 એપ્રિલે 750 ટેસ્ટ કરવામાં આવ્ય હતા. જે આજે દરરોજ 3 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવે છે. 20 એપ્રિલે 4212 જટેલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ પ્રક્રિયા વધારવાની સાથે નાના જિલ્લાઓમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે.

ત્રણેય મહાનગરોમાં આજથી  કર્ફ્યૂ હટાવી લેવાયો

સતત કેસોમાં વધારો થતાં અને હોટસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા બાદ અમદાવાદ, સુરત અને રાજકોટમાં તબક્કાવાર કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ ત્રણેય મહાનગરોમાં આજથી એટલે કે શુક્રવારથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. જોકે લોકડાઉન આ ત્રણેય શહેરો રાજ્યના અન્ય શહેરોની માફક યથાવત છે.

68થી 70% ટેસ્ટ સાચા હોય છે
આરોગ્ય વિભાગના એક તબીબ અધિકારીએ જણાવ્યું કે કોરોના માટે કરાતા પીસી પીઆરટી ટેસ્ટમાં 68થી 70 ટકા ટેસ્ટના પરિણામ સાચા હોય છે જ્યારે બાકીના ખોટા હોઇ શકે છે. તેથી આવું જો લાગે તો ફરી એકવાર ટેસ્ટ પણ કરાતો હોય છે. જોકે વિકસિત દેશોમાં તેનું પરિણામ 80 ટકા કિસ્સામાં સાચું હોય છે. ઘણીવાર સેમ્પલ લીધા બાદ તેની યોગ્ય જાળવણી કરી ન હોય તો પણ ટેસ્ટ ખોટા આવી શકે છે.

કુલ દર્દી 2628, 112ના મોત અને 258 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1654 69 113
વડોદરા 218 11 53
સુરત 456 13 13
રાજકોટ 41 00 12
ભાવનગર 33 05 18
આણંદ 33 02 09
ભરૂચ 29 02 03
ગાંધીનગર 19 02 11
પાટણ 15 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 12 02 00
બનાસકાંઠા 16 00 01
છોટાઉદેપુર 11 00 03
કચ્છ 06 01 01
મહેસાણા 07 00 02
બોટાદ 11 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 00
ખેડા 05 00 01
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 9 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 04 01 00
નવસારી 01 00 00
ડાંગ 01 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 2628 112 258

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here