ચીખલી : તાલુકા પંચાયતનાં અધિકારી વિકાસ કમિશનરના આદેશને ધોળીને પી ગયા, ચેમ્બરોમાં એસીની હારમાળા 

0
77
ચીખલી તાલુકા પંચાયત ખાતે સરકારના પરિપત્ર પછી ઉતારી લીધેલ એસી પાછા લાગી જતા તાલુકા પંચાયતના અધિકારીઓ વિકાસ કમિશનરને પણ નહીં ગાંઠતા હોવાનું સાબિત થવા પામ્યું છે.
ચીખલીમાં તાલુકા પંચાયતનાં અધિકારી વિકાસ કમિશનરના આદેશને ધોળીને પીગયા ચેમ્બરોમાં એસીની હારમાળા 
મેં ચાર્જ સંભાળ્યો ત્યારથી  તાલુકા પંચાયતમાં  એસી લગાવવા માટે કોઈ પરિપત્રો મારી પાસે આવ્યો નથી : ડીડીઓ નવસારી 
વિકાસ કમિશનર દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે આગામી ૧૫ દિવસમાં તેમના જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓની ચેમ્બર  અને સરકારી વાહનમાં એસી ફીટ કરાવેલ હોય તો તે તાત્કાલિક દૂર કરવા તેમ જ સગવડો જો સરકારી ખર્ચે નાખવામાં આવી હોય તો આવા વ્યર્થ ખર્ચ માટે સંબંધિત અધિકારી પાસેથી નાણાં વસૂલ કરવામાં આવશે તેમજ વધારાના વીજળી બિલ અને પેટ્રોલ ડીઝલના ખર્ચનો અંદાજ કાઢી જેમણે સરવાળો કેટલા સમય માટે ભોગવેલો હોય તેટલા સમય માટે તેમની પાસેથી વસૂલવામાં આવશે.
તમામ ચેમ્બર અને વાહનોમાંથી એસી દૂર કરી તા.૩૧ જાન્યુઆરી પહેલા કામગીરી પૂર્ણ કાર્ય નું પ્રમાણપત્ર મોકલી આપો પરંતુ ચીખલી તાલુકા પંચાયતની વિવિધ ઓફિસમાં એસી લગાવેલ છે હજુ સુધી એક પણ એસી ઉતારવામાં આવ્યા નથી. પરિપત્રનો છેદ ઉડાવવામાં આવ્યો  હોય તેવી પ્રતીતિ સ્થાનિક જનતાને થઈ રહી છે.  ચીખલી તાલુકા પંચાયતના કર્મચારીઓ અને અધિકારીઓ એસી નો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે સરકારશ્રી ના પરીપત્રનો છેદ ઉડાડતા તાલુકા પંચાયત ચીખલી ના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાસે કે કેમ એ જોવુ રહ્યું.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here