Friday, August 6, 2021
Homeજેણે સવારે સૌથી પહેલા કર્યું આ કામ તે કોરોના કાળમાં પણ ક્યારેય...
Array

જેણે સવારે સૌથી પહેલા કર્યું આ કામ તે કોરોના કાળમાં પણ ક્યારેય ન પડે બીમાર

અનિયમિત જીવનશૈલીના કારણે લોકો આજકાલ નાની ઉંમરે ગંભીર રોગોનો ભોગ બની રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સ્વસ્થ રહેવા માટે આપણે માત્ર એક જ કામ કરીએ તો પણ તેનાથી ખૂબ લાભ થાય છે. આ કામ એટલું સરળ છે કે તમારે તેના માટે કોઈ મહેનત કે ખર્ચ કરવો પડશે નહીં.

સ્વાસ્થ્ય કાયમ માટે સારું રાખવા માટે રોજ સવારે સવારે ચાલવું જોઈએ. ચાલવું એ એક એવો વર્કઆઉટ છે જે આખા શરીરને જ સક્રિય રાખે છે સાથે જ બધા અંગોને યોગ્ય રીતે કાર્યરત પણ કરે છે. જો તમે સવારે અને સાંજે 20-25 મિનિટ ચાલવાની ટેવ પાડો છો તો પછી કોઈ રોગ તમારી નજીક ફરકશે નહીં. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, દરેક વ્યક્તિએ દિવસમાં 30 મિનિટ એટલે કે 6થી 7 કિ.મી. ચાલવું જોઈએ. ધ્યાનમાં રાખો કે તમે સામાન્ય કરતા થોડું ઝડપથી ચાલો.

સવારે અને સાંજે વોક કરવાથી 3500 કેલરી બર્ન થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ચાલવું એ દરેક ઉંમરના લોકો માટે આરોગ્યપ્રદ વિકલ્પ છે. તેમાં પણ મોર્નિંગ વોક કરી તમે આખો દિવસ ઊર્જાસભર રહી શકો છો.

સવાર-સાંજ ચાલવાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે. એક સંશોધન મુજબ જે લોકો દરરોજ 15000 ડગલાં ચાલે છે તેમને હ્રદય સંબંધિત રોગો ઓછા થાય છે.

એક સંશોધન મુજબ સવારે ચાલવાથી મગજ અને નર્વસ સિસ્ટમમાં હાજર હોર્મોન્સ એક્ટિવ રહે છે, જે મેમરીને બરાબર રાખે છે. તેમજ તનાવ, ઉન્માદ, હતાશા અને અલ્ઝાઇમરનું જોખમ પણ ઘટાડે છે.

લોકો માટે કોરોના સમયગાળા દરમિયાન ચાલવું ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી ફેફસાં સ્વસ્થ થાય છે. કારણ કે આ વાયરસ ફેફસાંને સૌથી વધુ અસર કરે છે. આવી સ્થિતિમાં તમારા માટે ચાલવું એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

જો તમને કબજિયાત, એસિડિટી, અપચો જેવી સમસ્યા હોય છે, તો પછી સવારે અથવા સાંજે 20-25 મિનિટ સુધી ચાલો. ભોજન પછી 10 મિનિટ ચાલો. આની સાથે તમારે ક્યારેય પેટની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments