વનપ્લસ 9 સિરીઝ સ્માર્ટફોન 2 વર્ષની વોરંટીની સાથે આવશે, 23 માર્ચે લોન્ચ થશે

0
6

વનપ્લસ તેના ફ્લેગશિપ 9 સિરીઝ સ્માર્ટફોનને લોન્ચ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કંપની પહેલાથી કન્ફર્મ કરી ચૂકી છે કે, તેને 23 માર્ચના રોજ ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ પહેલા જ કંપની તેના વિશે ઘણા ખુલાસા કરી ચૂકી છે. તાજેતરમાં કંપનીએ પુષ્ટિ કરી છે કે વનપ્લસ 9 સિરીઝ સ્માર્ટફોનની સાથે બે વર્ષની વોરંટી મળશે. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, વનપ્લસ 9 અને 9 પ્રોની કિંમત 45-55 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે.

તાજેતરમાં કંપનીના CEO પીટ લાઉએ જાહેરાત કરી કે ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ 1 વર્ષની વોરંટીની જગ્યાએ વનપ્લસ 9 સિરીઝના સ્માર્ટફોન પર ખરીદદારોને 2 વર્ષની વોરંટી આપવામાં આવશે. લાઉએ અત્યારે આ વાતની જાણકારી નથી આપી કે આ વોરંટી માત્ર ચાઈનીઝ ગ્રાહકોને મળશે અથવા સમગ્ર દુનિયાના ગ્રાહકોને મળશે. જો કે, કંપનીનો આ નિર્ણય અન્ય નિર્માતાઓ માટે એક પડકાર હોઈ શકે છે કેમ કે, મોટાભાગના સ્માર્ટફોન નિર્માતા તેમના ફોનની સાથે માત્ર એક વર્ષની વોરંટી આપે છે.

વનપ્લસ 9 સિરીઝ- સ્પેસિફિકેશન

રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, વનપ્લસ 9 5Gમાં 6.5 ઈંચની FHD+ એમોલેડ સ્ક્રીન આપવામાં આવશે જે 120Hz રિફ્રેશ રેટની સાથે આવશે. જ્યારે વનપ્લસ 9 પ્રો 5Gમાં 6.67 ઈંચની એમોલેડ QHD+સ્ક્રીન આપવામાં આવશે, જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરશે.

અંડર ધ હૂડ વનપ્લસ 9 અને 9 પ્રો બંને ડિવાઈસમાં સ્નેપડ્રેગન 888 પ્રોસેસર, જ્યારે વનપ્લસ 9 લાઈટ સ્નેપડ્રેગન 865 પ્રોસેસરની સાથે આવી શકે છે. ફોનને 12GB સુધીની LPDDR5 રેમ અને 256GB સુધીની ઈન્ટરલ સ્ટોરેજ, ઓક્સિજન OS બેસ્ડ એન્ડ્રોઈડ 11 OSની સાથે આવે તેવી આશા છે.

કેમેરાની વાત કરીએ તો ફોનમાં 16MP (મેગાપિક્સલ)નો ફ્રંટ કેમેરા હશે. વનપ્લસ 9માં હેસલબ્લેડ (Hasselblad)બ્રાન્ડેડ રિઅર કેમેરા મળશે, જેમાં 48MPનો સોની IMX789 પ્રાઈમરી સેન્સર, 50MPનો સોની IMX766 અલ્ટ્રાવાઈડ સ્નેપર અને 8MPનો ટેલીફોટો લેન્સ મળવાની અપેક્ષા છે. પ્રો મોડેલમાં 48MPનો સોની IMX789 પ્રાઈમરી સેન્સર, 50MPનો સોની IMX766 સુપરવાઈડ સેન્સર, 8MP ટેલીફોટો લેન્સ અને 2MP ડેપ્થ સેન્સર મળે તેવી શક્યતા છે.

બેટરીની વાત કરીએ તો વનપ્લસ 9 5G અને 9 પ્રો 5Gમાં 4500mAhની બેટરી આપવામાં આવશે. તે 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. તેમજ પ્રો મોડેલ 50Wના વાયરલેસ ચાર્જિંગની સાથે આવશે. શક્યતા છે કે સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ 30W ચાર્જિંગની સાથે આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here