એકમાત્ર ખેડૂત : કચ્છ કરતા 1 મહિનો વહેલા ખારેક આવી હોવાનું ખેડૂતે જણાવ્યું

0
0

ચોમાસાના આગમનની સાથે જ બજારમાં ખારેકનું વેચાણ થાય છે. પરંતુ જિલ્લાના શિવપુરાકંપાના ખેડૂતે પોતાના ખેતરમાં 7 વર્ષ પહેલાં વાવેલા 200 ખારેકના છોડમાં હાલમાં ખારેક આવી ગઇ છે. જે કચ્છની ખારેક કરતા 1 મહિનો વહેલા આવી હોવાનું ખેડૂતે જણાવ્યું છે. જિલ્લામાં ખારેકની ખેતી કરનાર શિવપુરાકંપાના એકમાત્ર ખેડૂત છે.કચ્છની ખારેક સમગ્ર દેશમાં વખણાય છે. ત્યારે જિલ્લાના શિવપુરાકંપામાં રહેતા ખેડૂતે પોતાના ખેતરમાં ખારેકની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. આથી જિલ્લા ખેતીવાડી વિભાગનો સંપર્ક કરીને ખારેકનું બિયારણ ક્યાંથી લાવવું તેની જાણકારી મેળવી હતી. તેમાં તેઓએ આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી 150 ખારેકના કલ્ચર છોડ અને 50 દેશી ખારેકના છોડ લાવીને પોતાના એક એકર જમીનમાં ખારેકની વાવણી કરી હતી.

ગત વર્ષ-2015માં વાવણી કરેલા ખારેકના છોડમાં હાલમાં ખારેક આવી રહી છે. જે કચ્છની ખારેક કરતા એક મહિનો વહેલા આવી હોવાનું ખેડુત શાંતિલાલ પટેલે જણાવ્યું છે. સ્વાદમાં મીઠીને મોટી ખારેક હોવાથી તેની ડિમાન્ડ વધુ રહે છે. ખારેકની ખેતીની મુલાકાત જિલ્લા વિકાસ અધિકાર શાલીની દુહાને લઇને જણાવ્યું હતું કે જિલ્લાના અન્ય ખેડુતોએ ખારેકની ખેતી કરવી જોઇએ.

ખારેકની ખેતીથી સીઝનમાં 3થી 4 લાખની આવક થાય
ખારેકની ખેતીથી સીઝનમાં 3થી 4 લાખની આવક થાય છે. બજારમાં પ્રતિ કિલો રૂપિયા 100ના ભાવે વેચાણ થાય છે. આથી ઉત્પાદન થતી ખારેક લોકલ સ્થાનિક બજારમાં જ વેચાણ કરાય છે.

પ્રત્યેક છોડમાંથી 60 કિલો ખારેકનું ઉત્પાદન
ખારેકનો કલ્ચર છોડ હોવાથી પ્રતિ છોડમાં 50થી 60 કિલોનો ઉતારો થાય છે. પરંતુ તેમાં બગાડ અને ખરાબ દુર કરતા પ્રત્યેક છોડમાંથી રૂપિયા 2500થી 3000ની આવક થતી હોવાનું ખેડુત શાંતિભાઇએ જણાવ્યું છે.

કલ્ચર, દેશી છોડના ઉત્પાદનમાં તફાવત છે
ખારેકના કલ્ચર છોડમાં ખારેકનો સ્વાદ, રંગ, કદ એક સરખું જ હોય છે. જ્યારે બિયારણમાંથી બનાવેલા દેશી ખારેકના છોડમાં દરેક છોડમાં સ્વાદ, રંગ અને કદ પણ અલગ હોય છે. જ્યારે ઉત્પાદનમાં પણ ફેરફાર રહે છે.

ઓછા પાણીએ વધારે ઉત્પાદન થાય
ખારેકનો છોડ રણ પ્રદેશનો હોવાથી તેના વાવેતર વખતે જ પાણી આપવું પડે છે. ત્યારબાદ તેને બહુ જ ઓછા પાણીની જરૂર પડે છે. ઉનાળામાં દર સપ્તાહે પાણી આપવું પડે છે. જ્યારે શિયાળા દર પંદર દિવસે પાણી આપવું પડે છે. ઉપરાંત ચોમાસામાં પાણી આપવું પડતુ નથી.

છાણિયું ખાતર જ નાંખવાથી થાય છે
ખારેકના છોડને રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી. આથી સંપુર્ણ ઓર્ગેનિક ખારેક કહી શકાય છે. તેને શાણીયુ ખાતર આપવાથી પણ ખારેક આપે છે. ખારેકના છોડમાં કોઇ જીવાત થતી નહી હોવાથી દવા નાંખવી પડતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here